ભેંસાણ મગફળી કૌભાંડમાં હવે રાજકારણ ગરમાયુ છે. કોંગી નેતા પાલભાઈ આંબલિયાએ ભાજપ સરકાર સામે મોરચો ખોલતા કહ્યુ છે કે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા ઠીકરું બીજા પર ફોડી રહી છે. ભેસાણમાં કોંગ્રેસ શાસિત માર્કેટિંગ યાર્ડ છે પણ ખરીદી સરકાર કરતી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. સાથે જ કહ્યુ હતુ કે માર્કેટીંગ યાર્ડનો રોલ માત્ર અને માત્ર જગ્યા આપવા પૂરતો છે.બાકીની તમામ કામગીરી જીલ્લા ખરીદ સમિતિ કરે છે. પાલ આંબલિયાએ મગફળી કૌભાંડની તપાસ અને પોલીસ ફરિયાદ પર પણ સવાલ ઉઠાવ્યા છે.ખરીદી સમિતિમાં કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી પુરવઠા અધિકારી પ્રાંત ઓફિસર મામલતદાર ટીડીઓ વગેરે સામેલ છે તેની સામે શા માટે કોઇ કાર્યવાહી નથી કરાઇ તેવા સવાલ પણ ઉઠાવયા છે.જ્યારે ઉચ્ચ અધિકારીઓની ખરીદ સમિતિ બનાવી છે તો તેમની શા માટે કોઈ જવાબદારી નહિ? તેમની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ નહિ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીની સીધી જવાબદારી બને છે તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાઇ તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.તેમણે સરકારની દાનત સામે સવાલ ઉઠાવતા કહ્યુ કે માત્ર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી સરકાર સંતોષ જાણે સંતોષ માની રહી છે
Related Posts
*હવે આવકવેરા વિભાગના નિશાને અહેમદ પટેલઃ પાઠવ્યું સમન્સ*
નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ…
*જલગાંવમાં વૉટ્સઍપ પર પેપર લીક થયું*
મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા લેવાતી એસએસસીની પરીક્ષા શરૂ થઇ હતી.રાજ્યભરના ૧૭.૬૮ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષા આપી હતી.પરીક્ષાના પહેલા…
જામનગર શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરવા JCB સાથે JMC ના અધિકારીઓ રાજભા સહિત સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.
જામનગર શહેરમાં ગેરકાયદે દબાણ પર JMC ની લાલ આંખ. શામશન પાસે સ્વામિનારાયણ નગર રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા JCB…