*કોરોના કૌભાંડનો પર્દાફાશ*

પોઝિટિવ દર્દીને નેગેટિવ બતાવવાના ગુપ્ત આદેશ તેમજ 3.5 લાખ રેપિડ ટેસ્ટનો રેકોર્ડ મેળવી લોકો સમક્ષ મૂક્યા પુરાવારાજકોટ શહેર અને જામનગરમાં પોઝિટિવની નેગેટિવ તરીકે એન્ટ્રી, રાજકોટ ગ્રામ્યમાં 22-10ની સ્થિતિએ 5,263 રેપિડ ટેસ્ટ, પોઝિટિવ માત્ર 3,720 જાહેર રાજકોટ અને જામનગરમાં કોરોનાના કેસ ઓછા બતાવવા માટે હવે પોઝિટિવને પણ નેગેટિવ બતાવવાનો ખેલ શરૂ કરાયો છે. અહીં રાજ્યનું સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને પ્રજાને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ માટે આરોગ્ય અધિકારીઓ પોતાના કર્મચારીઓને પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ દઈ ચીમકી આપી રહ્યા છે કે ‘ બધાની એન્ટ્રી નેગેટિવ તરીકે કરવાની છે.