*BSEનું ડેટ સિક્યુરિટીઝ RFQ પ્લેટફોર્મ લાઈવ થયું*

મુંબઈ દેશના શેરબજારોમાં સતત નવી પહેલ કરી રહેલા વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ બીએસઈએ સોમવારથી રિક્વેસ્ટ ફોર ક્વોટ (આરએફક્યુ) પ્લેટફોર્મ લાઈવ કર્યું છે, જેમાં ડેટ સિક્યુરિટીઝનું કામકાજ અને સેટલમેન્ટ થઈ શકે છે. આ અંગે સેબીની મંજૂરી મળ્યા બાદ એક્સચેન્જે આ પ્લેટફોર્મ લાઈવ કર્યું છે.આરએફક્યુ પ્લેટફોર્મ વેબઆધારિત ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેના પર કોર્પોરેટ બોન્ડ્સ, કમર્શિયલ પેપર્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, જી-સેક, ટી-બિલ્સ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ, મ્યુનિસિપલ બોન્ડ્સ અને સિક્યુરિટાઈઝ્ડ ડેટનું ટ્રેડિંગ અને સેટલમેન્ટ થઈ શકે છે