નાંદોદ તાલુકાના કાંદરોજ ગામે નર્મદા નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી યુવાનનું મોત.

રાજપીપળા,તા.1
નાંદોદ તાલુકાના કાંદરોજ ગામે નર્મદા નદીમાં ન્હાવા જતા ડૂબી જવાથી યુવાનનું મોત નિપજયું છે.બનાવની વિગત મુજબ મરનાર જયંતીભાઈ દિવાનભાઈ વસાવા (રહે, કાંદરોજ ) નર્મદા નદી ઓવારા પર નહાવા માટે ગયેલ અને નદીના પાણીમાં નાહવા જતા પાણીમાં ખેંચાઈ ગયેલ અને ઉંડા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું.આમલેથા પોલીસે સીઆરપીસી 174 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જયોતિ જગતાપ, રાજપીપળા