બેસણા ગામે ચાલુ ગાડીએ ઊંઘનું ઝોકું આવતા પોતાની બોલેરો ગાડી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગટરમાં ગાડી ઉતરી જતા અકસ્માત ચાલક સહિત અંદર બેસેલા મુસાફરને ઇજા.

રાજપીપળા,તા.1
નર્મદાના દેડીયાપાડા તાલુકાના બેસણા ગામે ચાલુ ગાડીએ ઊંઘનું લોકો આવતા પોતાની બોલેરો ગાડીના ચાલકે સ્ટેરીંગનો પરનો કાબુ ગુમાવી દેતા ગટરમાં ગાડી ઉતરી જતા અકસ્માતમાં ચાલક સહિત અંદર બેસેલા મુસાફરને ઈજા થવા પામી હતી.
આ અંગે દેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ મગનભાઈ દિલીપભાઈ પાડવી (રહે,સાપડા ફળિયું જમાના તા.અકલકુવા જી.નંદુરબાર ) એ આરોપી મગનભાઈ દિલીપભાઈ પાડવી સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ દિલીપભાઈ એ પોતાની કબજામાં બોલેરો ગાડી નંબર એમએચ 26 એફ 0530 મી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચાલુ ગાડીએ ઊંઘનું ઝોકું આવી જતાં પોતાની ગાડીમાં ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રોડની સાઈડમાં આવેલ ગટરોમાં ગાડી ઉતરી ગઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક પોતાની તથા અંદર બેસેલા ગૌરીબેન એ ડાબા હાથ ફેક્ચર કરી તેમજ બીજા શહીદોને શરીરે ઓછી-વત્તી ઇજા થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા