*અમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક હનુમાનસિંહે મુસાફરનો બચાવ્યો જીવ*

*અમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક હનુમાનસિંહે મુસાફરનો બચાવ્યો જીવ*

અમદાવાદ, સંજીવ રાજપૂત: તારીખ 18 માર્ચ 2025 ના રોજ, ટ્રેન સંખ્યા 12957 સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ જ્યારે આબુ રોડ રેલવે સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી, તે સમયે મુસાફર ધર્મેશ ડાંગરે ચાલતી ટ્રેનના B-07 કોચમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમ્યાન સંતુલન ગુમાવવાના કારણે તેમનો પગ સ્લિપ થઇ ગયો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા. ડ્યૂટી પર હાજર ઉપ ટ્રેન અધિક્ષક હનુમાનસિંહે ઝડપી નિર્ણય લેતા કોઈ પણ જાતની પરવા કર્યા વિના પોતાનો જીવ જોખમમાં નાખીને ચાલતી ટ્રેનમાંથી મુસાફરને સુરક્ષિત રીતે ખેંચી લીધા. તેમની સતર્કતા અને સાહસિક સુઝબુઝ થી એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને મુસાફરનો જીવ બચી ગયો. અમદાવાદ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અન્નૂ ત્યાગીએ જણાવ્યું કે હનુમાનસિંહનું આ બહાદુરીભર્યુ કાર્ય માત્ર રેલવેની સેવાના ભાવને અને સમર્પણને દર્શાવતો નથી, પરંતુ સમાજ માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.