*નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયુ*
કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો સાથે નાતિન પટેલ વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું.
*
*વીજકર્મીઓ કાળી પટ્ટી પહેરી PMનો વિરોધ કરશે*
સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે સંકળાયેલા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. સોમવારે મળનારી સમાધાનની મીટિંગમાં પદાધિકારીઓ હાજર નહીં રહેતાં યુનિયને વડાપ્રધાનની કેવડીયા કોલોની ખાતેની મુલાકાત દરમિયાન વિરોધ કરવાનું એલાન આપ્યું છે.
*
*વકીલોએ બાર સમક્ષ રજૂઆત કરી*
સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે કહ્યું કે, આ મેસેજ અંગે તેમને કોઈ જાણકારી નથી. એડવોકેટ વિરાજ સુરવેએ કહ્યું કે, આજે બાર એસો.માં આવેદન આપ્યું છે અને પોઝિટિવ પ્રતિભાવ મળ્યો છે. 600 વકીલોની સહિ સાથે આપવામાં આવેલાં આવેદનમાં જણાવાયું કે આઠ મહિનાથી કોર્ટ બંધ છે
*
*બિહારમાં ચૂંટણી ફ્રી વેક્સિનનો વિવાદ*
બિહારમાં ચૂંટણી વાયદો કરીને ફસાયેલી મોદી સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – દેશભરમાં સૌને કોરોના વેક્સિન ફ્રીમાં મળશે
*
*પાકિસ્તાનમાં સિંધમાં બીજા હિન્દુ મંદિર પર હુમલો*
હિન્દુઓ અને તેમનાં મંદિરો પર થઈ રહેલા હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. હવે સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં સ્થિત નાગરપારકરમાં કટ્ટરવાદીઓએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી છે.
*
*35 લાખની લાંચ લેવાના કેસના આરોપી સસ્પેન્ડ*
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. શ્વેતા જાડેજા સામે થયેલ રૂ .૩૫ લાખની લાંચ લેવાના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. આ કેસમાં તેઓ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં આરોપીને પાસામાં પૂરી દેવાની ધમકી આપી ૩૫ લાખ આરોપી પાસેથી પડાવી લેવાનો આક્ષેપ હતો. જેમાં તપાસ પૂર્ણ થઇ હોવાથી પીએસઆઇના વકીલ દ્વારા જામીનની રજૂઆત બાદ હાઇકોર્ટે જામીન મંજુર કર્યા હતા
*
*જાહેર જનતા હાઇકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઇ શકશે*
ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઇ શકશે હાઇકોર્ટની કામગીરીનું લાઇવ ટેલિકાસ્ટ શરૂ થયું છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની કામગીરીના જીવંત પ્રસારણની મંજૂરી આપ્યા બાદ કામગીરીનું પ્રસારણ શરૂ થયું. જાહેર જનતા યુ-ટ્યુબ પર ગુજરાત હાઇકોર્ટની તમામ કામગીરી હવે નિહાળી શકશે
*
*નગરપાલિકાનું વીજ કંપનીએ કાપી નાખ્યું કનેક્શન*
રાધનપુર નગર પાલિકા દ્વારા બાકી વિજ બિલ ભરવામાં નહી આવતા કચેરીનું વીજ કનેક્શન કપાયું. નગર પાલિકા પાસે ઘણા સમયથી વિજ બિલના રૂપિયા 1.50 કરોડ બાકી નીકળતા હતા. નગરપાલિકા કચેરીનું વીજ કનક્શન કપાતા કચેરીમાં કામગીરી કાજ ઠપ થઇ જતા લોકો પરેશાન
*
*ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે આપી રાહત*
રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે 2007માં આચારસંહિતાના ભંગ બદલ ફરીયાદ નોંધાઈ હતી.આ ફરિયાદ હાઈકોર્ટે રદ કરી હતી
*
*અંબાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર*
મંદિરમાં આ સમય રહેશે સવારે આરતી- 7.30થી 8 કલાક સુધી સવારે દર્શન 8 કલાકથી 11.30 કલાક સુધી દર્શન બપોરે- 12.30 થી 4.15 કલાક સુધી સાંજે આરતી- 6.30થી 7 કલાક સુધી સાંજે દર્શન- 7 કલાકથી 9 કલાક સુધી દરેક શ્રદ્ધાળુએ મંદિરમાં ફરજિયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ કરવાનો રહેશે
*
*રૂપાણીની ભવિષ્યવાણી*
રૂપાણીએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ એક ડૂબતૂ જહાજ છે. તથા રાજ્યમાં આઠ સીટો પર થઈ રહેલી પેટાચૂંટણીના પરિણામ બાદ વિપક્ષી પાર્ટીના કેટલાય નેતાઓ પાર્ટી છોડી દેશે. વલસાડના કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતૂ ચૌધરીના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા રૂપાણીએ કહ્યુ હતું
*
*બેગમપુરા દ્વારકા હાઉસમાં આગ*
સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા દ્વારકા હાઉસ તૈયાર કરેલો સાડીનો જથ્થો સંગ્રહ કરવાનું સ્થળમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ફાયર દોડતું થઈ ગયું હતું. આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લેતા પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો
*
*ભાજપમાં ફરી ભરતી ચાલુ*
હવે કોંગ્રેસના કોઈ પણ નેતાને ભાજપમાં પ્રવેશ નહી મળે તેવું કહેનારા પાટીલની હાજરીમાં જ પૂર્વ ધારાસભ્ય સહિત 10 કોંગી નેતાઓ બીજેપીમાં જોડાયા પેટાચૂંટણી સમયે પક્ષપલટુઓને ટિકિટ આપ્યા બાદ કોંગ્રેસમાંથી કોઈને નહી લેવાય તેવા નિવેદન આપનારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના નિવેદનથી ફરી ગયા
*
*ટેકાના ભાવ કરતા બજારમાં મગફળીના ભાવ વધુ*
હાલમાં બજારમાં 1200 થી 1300 રૂપિયા મગફળી ભાવ છે. જ્યારે સરકાર 1055 રૂપિયાના ભાવે મગફળી ખરીદી કરી રહી છે. જેથી ખેડૂતો ટેકાના ભાવને બદલે બજારમાં મગફળી વેચી રહ્યા છે
*
*કેવડિયા ખાતે ક્રૂઝ બોટનું રિહર્સલ કરવામા આવ્યુ*
31 ઓક્ટોબરના રોજ એકતા પરેડ માટે પ્રધાનમંત્રી કેવડિયા આવનાર છે આ સમયે તેઓ ક્રુઝ બોટનું પણ લોકર્પણ કરશે જેથી ક્રૂઝ બોટનું રિહર્સલ કરવામા આવ્યુ હતું આ બોટમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ માત્ર 100 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
*
*રોપ-વે ના ઉંચા ભાડાની વાતને રૂપાણીએ ઉડાવી*
રોપ-વેના ભાડા ઉંચા હોવાની વાત જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કરી. રૂપાણીને પૂછવામા આવ્યુ ત્યારે તેઓએ આ વાતને જાણે ઉડાવી દીધી હતી અને કહ્યું કે વર્લ્ડ ક્લાસ રોપવે આપ્યો છે. અને સામા કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે તેઓ આવા સપના પણ જોઇ શકે તેમ નથી. રોપવેના ભાડા મુદ્દે કોંગ્રેસની વાતને રાજકીય ડ્રામાબાજી ગણાવી દીધી.
*
*સ્કૂલ પાસે જ દેશી દારૂની પોટલી મળી આવતા ચકચાર*
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સિનોરના સેગવા ગામે પટેલ વાડી ખાતે સંમલેન યોજ્યુ હતુ અને સભા સ્થળે પટેલ વાડીની બહાર જ દેશી દારૂની પોટલીઓ અને વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી.
*31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડના આયોજન*
રાષ્ટ્રીય એકતા પરેડનું વડાપ્રધાન નિરીક્ષણ કરવાના છે જેથી હાલમાં સુરક્ષા દળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગુજરાત રાજ્ય પોલીસ ફ્લેગ માર્ચ કરશે આ સાથે પ્રથમવાર કેમલ માર્ચ અને હોર્સ માર્ચ પણ કરવામાં આવશે
*
*નર્મદા કેનાલમાં વધુ એક પ્રેમી પંખીડાએ જીવન ટુકાવ્યું*
પાટણના હારીજ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં વધુ એક પ્રેમી પંખીડાએ જીવન ટુકવ્યું હતુ. પ્રેમી પંખીડાના લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. હારીજ પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.
*
*ગાંધીનગર વરદાયિની માતાજીની પલ્લી મોડી રાતે યોજાઈ*
માતાજીની પલ્લી રૂપાલ ગામમાં કોરોના કહેર વચ્ચે પણ અતુલ રહી
માત્ર ગામમાં ઘીની નદી જોવા મળી ન હતી. પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. જ્યારે રાજ્યના મહેસુલ અગ્ર સચિવ પંકજકુમાર અને તેમના પત્નીએ પલ્લી નીકળે તે પહેલા પલ્લીના દર્શન કર્યા હતા. રૂપાલમાં માત્ર ઘીની નદીઓ ના વહી, પલ્લીની પરંપરા અતૂટ રહી હતી
*