જામનગર: શહેર જિલ્લા ભાજપ દ્વારા એકસહ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા માટે આયોજન કરાયું હતું.ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાલમાં ખૂબ જ નામના મેળવી રહયું છે સચ્ચાંઈ પર આધારિત આ ફિલ્મ જોવા લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે આ જ ફિલ્મને એક સહ જોવા માટે જામનગર જિલ્લા ભાજપ દારા મેહુલ ટોકીઝ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ જ ટોકીઝના માલિક અને હિન્દી ગુજરાતી ફિલ્મના દિગ્ગજ ડાયરેક્ટર ખુદ મેહુલ કુમાર પોતાની પત્ની સાથે નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મને એકસહ નિહાળવા માટે પ્રદેશ પ્રમુખ ડૉ વિમલ કગથરા, પૂર્વ મંત્રી આર સી ફળદુ, શહેર મંત્રી મેરામણ ભાટુ, દિનેશભાઇ ભાંભણીયા, શાસક પક્ષના કુસુમબેન પંડ્યા, મીડિયા પ્રવક્તા ભાર્ગવ ઠાકર સહિત તમામ વિસ્તારના કોર્પોરેટરો, પદાધિકારીઓ અને ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
એકસહ આ ફિલ્મને સિનેમા ઘરમાં નિહાળી હતી. તેમજ આ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી આ ફિલ્મ લોકોને જોવા માટે અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ફિલ્મને કરમુક્ત જાહેર કરાતા સરકારના આ નિર્ણયને સરાહનીય જણાવ્યો હતો.
તો ડાયરેટર મેહુલ કુમાર દ્વારા આવનાર સમયમાં પણ આવી સત્ય ઘટના આધારિત અને વિષય પર ફિલ્મ બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું.