ધોરાજી નજીક ફાયરીંગ કરી લાખોની આંગડીયા લૂંટ ચલાવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો

ધોરાજી નજીક ફાયરીંગ કરી લાખોની આંગડીયા લૂંટ ચલાવનાર માસ્ટર માઈન્ડને પોલીસે ઉત્તરપ્રદેશથી દબોચી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે મળતી વિગતો આ પ્રમાણે છે કે દોઢ વર્ષ પૂર્વે ધોરાજીના સુપેડી નજીક આંગડીયા પેઢીની કારને ફાયરીંગ કરી આંતરી પેઢીના સ્ટાફને માર મારી સોનાના દાગીના સહિત લાખોની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા પણ માસ્ટર માઈન્ડ અને લૂંટના ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી એવો અનીલ રામાદીન યાદવ વારંવાર પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. આ સુપેડી આંગડીયા લૂંટના મુખ્ય આરોપી અંગે ધોરાજી પોલીસના મથકના પી.આઈને જાણકારી મળતા ધોરાજી પોલીસની સર્તકતા રાખી ૧૬ કલાક વાહન ચલાવીને મહામહેનતે આરોપી કોર્ટમાંથી છૂટ્યો કે તુરત જ પકડી પાડ્યો હતો. આરોપીને ધોરાજી પોલીસ સ્ટેશનના કડવા લીમડાની સુગંધ ખવડાવેલ અનેવઅન્ય કેટલા ગુનાઓ કર્યાં છે તે અંગે ધોરાજીના પી.આઈ તપાસ ચલાવી રહ્યા છે.