પેરોલ ફ્લો સ્કોડ નર્મદા ની ટીમલી આરોપીને ઝડપી પાડી રાજપીપળા પોલીસને સોંપી દેવાયો.
નર્મદા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી વાહનચોરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પેરોલ ફ્લો નર્મદા ની ટીમલી અકલકુવા ખાતે ઝડપી પાડયો છે.
નર્મદા પોલીસ અધિક્ષક નર્મદા ની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ અસરકારક અને પરિણામ લગતી કામગીરી કરવાની કામગીરી સોંપી હતી જેના અનુસંધાને વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
બનાવની વિગત અનુસાર રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપી લાલસિંહ મોગીયા વસાવે (રહે તોડીકુંડ તા. અકલકુવા જી નંદૂબાર મહારાષ્ટ્ર ) પોલીસ ચોપડે નોંધાયો હતો. તેની માહિતી પેરોલ ફ્લો શાખાને મળતા પેરોલ ફ્લો શાખાના પી.એસ.આઈ.એ સાથે મળી આરોપીને પકડવા અકલકુવા ખાતે રાખી તપાસ આદરે. જેમાં તા. 3 /2/ 2019 ના રોજ તેને અકલકુવા ગામેથી ઝડપી પાડયો હતો. અને તેને ઝડપી પાડી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં લાવી રાજપીપળા પોલીસને સોંપી દેતાં સ્થાનિક ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.