*જય શ્રી રામ બોલવાથી પાપનું ધોવાણ થાય છે ભાજપના નેતા*

લોકસભામાં વિપક્ષે સોમવારે નાગરિકતા સુધારો અધિનિયમ, એનઆરસી અને એનપીઆરને લઇને હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ હોબાળો ત્યારે જ વધ્યો જ્યારે દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ બોલવાનું શરૂ કર્યુ હતુ. આ સમય દરમિયાન, લોકસભા અધ્યક્ષે વિરોધ કરી રહેલા સાંસદોને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી નેતા, પ્રવેશ વર્માના સંબોધન દરમિયાન ગૃહની બહાર નીકળી ગયા.પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેલા ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ જયશ્રી રામ બોલવાથી પાપ ધોવાઈ જશે તેવું લોકસભામાં નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ જય શ્રી રામ કોઈ ધર્મ નથી તે આપણી સંસ્કૃતિનુ પ્રતિક છે. જેથી વિપક્ષ એક થઈને જયશ્રી રામ બોલે.તેઓએ કહ્યુ કે જયશ્રીરામના નારા લગાવો તમામ પાપ ધોવાઈ જશે. પ્રવેશ વર્માએ કહ્યુ કે, જે બની ગયુ છે. તેને બદલી શકાતુ નથી. અને જે થવાનું છે. તેને પણ કોઈ બદલી શકવાનું નથી. વર્તમાનમાં જીવવું જોઈએ. અને ભારતમાં ભવ્ય રામ મંદિર બનવાનું છે..ત્યારે વિપક્ષ પણ જય શ્રી રામ બોલે તેવુ તેમણે લોકસભામાં આહ્વન કર્યુ.