જોડિયા તાલુકાનાં છેવાડાના ગામ બાલંભા,રણજીતપર, તારાણાધાર, શામપર, માધાપર ગામે ભાજપ પક્ષના વેજલપુર વિધાનસભા ના ધારા સભ્ય કિશોરભાઈ ચૌહાણ દ્વારા કૃષિલક્ષી ખાટલા બેઠક યોજાઇ હતી.
જોડિયા ધ્રોલ ટંકારા પડધરી તાલુકાનાં ગામ બાલંભા,રણજીતપર, માવનુગામ,અંબાળા,દુધઈ, કોઠારિયા ,માણામોરા ,ભીમકટા, જામસર, શામપરા, માધાપર, તારાણા, જીરાગઢ ,બોડકા, પીઠડ ,મોરાણા, મેઘપર ,જસાપર, માનપર, કેશીયા, જિલ્લો મોરબી તાલુકો ટંકારારામ નગર , ખારચીયા , આમરણ , જીવાપર , ફાટસર, બાદનપર , ધુળકોટ , બેલા , ઊંટબેટ શામપર , રામપર પડબેકડ, ધ્રોલ તાલુકો ભેંસદડ, જાયવા , માણેકપર,લતીપર, હજામચોરા બાણુંગર , જામ વણથરી , ચાવડા ભાજપ પક્ષના કાર્યકરોએ ખાટલા પરિષદ બેઠક જોડિયા તાલુકા પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, બક્ષીપંચ મોરચા કર્ણાવતી મહાનગર મંત્રી હિતેશ પરમાર, ભાજપા મહામંત્રી શાંતિલાલ રાઠોડ તથા મગનભાઈ ગાંગાણી, અને હાર્દિક ભાઈ ચોટલીયાની આગેવાનીમાં યોજાઇ હતી. આ પ્રસંગે આગેવાનો એ અન્નદાતા એવા ખેડૂતો માટે ઐતિહાસિક કૃષિ સુધારક બિલ સરકાર દ્વારા સંસદમાં મંજૂર કરવામાં આવ્યું
ખેડૂતે પોતાની ખેતપેદાશો ખેતરમાંથી મોંઘુ ભાડુ ખર્ચીને લાંબી લાઈનમાં ઉભા રહીને ઠેકેદાર ની જોહુકમી સહન કરીને માત્ર સ્થાનિક APMC માં વેચતા હતા તેના સ્થાને પોતાના ખેતર થી શરૂ કરીને દેશના કોઇપણ ખૂણામાં જ ખેત પેદાશો પોતાના ભાવે વચટિયા વિના વેચી શકવાની વધારાની વિકલ્પ તરીકે ની આઝાદી એટલે કૃષિ સુઘાર બિલ. ને નવા કૃષિ બિલ અંગે ની સાચી માહિતી આપી.