1.”અરે યાર અચાનક કેમ માસ્ક પહેરવાનુ બંધ કરી દીધુ…”
“હવે માસ્કમા બધા મને ઓળખવા માંડયા છે…’
2.
માસ્ક વગરનાને કોરાના ઉપર છોડી દેવા જોઈએ..
3.
રાજય સરકાર નગ્નમુખા નેતા સામે એટલા માટે પગલા નથી લેતી.. કારણ કે રાજય સરકારના પગલા દિલ્હીથી આવે છે..
4.
વિજયભાઇએ બે દિવસથી પાણી સુધ્ધાં નથી પીધુ…
કારણ કે દિલ્હીની લાઈન બે દિવસથી વ્યસ્ત આવે છે
5.
કૈટલાંક નેતા માટે મ્હો છુપાવવા માટે સારૂ બહાનું હોવા છતા પણ માસ્ક નથી પહેરતા…
6.
એક તો અમારી ‘ કાયદેસર’ ની આવકમા 30% કાપ મુકયો.. અને હજી માસ્ક ન પહેરવાનો આકરો દંડ પણ ભરવાનો.. આટલો જુલમ પ્રજાના સેવકો ઉપર?
7.
હાઈકોર્ટે તો નગ્નમુખા નેતા પાસેથી દંડ વસૂલવાનુ કહી દીધુ પણ… ઘંટના કોટે ઘંટ બાંઘશે કોણ?
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા