*જુનાગઢ મગફળી કૌભાંડ મામલો ચાર શખ્સો સામે ફરિયાદ*

જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં આવી છે. આ અજાણ્યા શખ્સો દ્વારા સીસીટીવી પર બારદાન ઢાંકી પુરાવા ચેડા કરવામાં આવ્યા.સવાલ એ છે કે, મગફળીની હજારો બોરીમાં ભેળસેળ છતાં ફરિયાદ માત્ર 156 બોરીઓની જ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર સાથે કુલ બે લાખ 38 હજાર 212 રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી છે.સમગ્ર કૌભાંડમાં ગોડાઉન મેનેજર વાય.પી. વાળા ફરિયાદી બન્યા છે. ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસના પી.આઈ કે.કે. ઝાલાએ તપાસ શરૂ કરી છે.