વેફર્સ ને નમકીનના માર્કેટમાં સિંહફાળો ધરાવતી, લેય’સ અને અન્ય અનેક મલ્ટીનેશનલ બ્રાન્ડ્સને વરસોથી હંફાવતી આપણાં રાજકોટની બાલાજી વેફર્સ એન્ડ નમકીનના ઉદય, ઉદ્યમ અને ઉત્કૃષ્ટ ઉત્કર્ષની ગાથા સૌએ જાણવા જેવી છે.

ખાસ કરીને જે યુવાનોમાં નોકરીને બદલે પોતાનો જ કોઈ નાનો-મોટો બિઝનેસ કરવાની ધખના છે. એમણે આજે, શનિવાર 5મી ડિસેમ્બર 2020ના સાંજે 7.00 વાગ્યે નેશનલ જીઓગ્રાફિક ચેનલ પર આવતાં ‘સુપર ફેક્ટરીઝ’ પ્રોગ્રામમાં બાલાજી વેફર્સની વિકાસ યાત્રાને ધ્યાનથી જોવી, સાંભળવી અને સમજણમાં ઉતારવી જોઈએ.

રિલાયન્સ અને બાલાજી વેફર્સ – આ બે કંપનીઓની યશગાથા રિવર્સ એન્જીનીયરીંગના ઉત્તમ નમૂનાઓ છે. રિલાયન્સ કાપડના વેપારમાંથી ક્રૂડ ઓઈલ રિફાઈનરી સુધી પહોંચી એ અનન્ય ઘટના છે. એ જ રીતે આશરે ત્રણ સાડા-ત્રણ દાયકા પહેલાં રાજકોટમાં સિનેમા હોલમાં માત્ર 10 મિનિટના ઇન્ટરવલમાં સેન્ડવીચનો સાવ નાનાં પાયે વેપાર કરતો વિરાણી પરિવાર આજે પ્રત્યક્ષ પરોક્ષ રીતે હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે.

બાલાજી વેફર્સની સફળતાના સંયોજકો જાણવા માટે આજે સાંજે 7 વાગ્યે NAT GEO પર અચૂક જુઓ ‘ Super Factories’. #ઈલિયાસ