” વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં સથવારે શનિવારેે ફેસબુક પર ”ગેો આધારિત ગ્રામ વિકાસ” વિષય પર જીવંત માર્ગદર્શન અપાશે.

સેોને લાભ લેવા અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની અપીલ

”વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનું આયોગનાં સથવારે ”ગેો આધારીત ગ્રામ વિકાસ” અંગે ફેસબુક પર જીવંત માર્ગદર્શન અપાશે. “વિકસીત સુખમય ભારત” દ્વારા ગેોમાતા દ્વારા કઈ રીતે વધારેમાં વધારે ગ્રામ્ય વિકાસ શકય બની શકે તે શનિવાર, તા. ૧પ ઓગષ્ટ સાંજે – ૬:૦૦ વાગ્યે ફેસબુક પેઈઝ fb.com/MyVillageIndia99
પર રાષ્ટ્રીય કામધેનું આયોગનાં અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા લાઈવ માર્ગદર્શન આપશે. આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત અને ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્ન મુજબનું આત્મ નિર્ભર ભારત બનાવવા અંગેના તેમજ ”ગેો આધારિત ગ્રામ વિકાસ” વિષય પર માર્ગદર્શન મેળવવા તા. ૧પ ઓગષ્ટ, સ્વાતંત્ર્ય પર્વ,શનિવારનાં રોજ સાંજે ૬:૦૦ કલાકે fb.com/MyVillageIndia99 ની લીંક પર લાઈવ જોડાવા રાષ્ટ્રીય કામધેનું આયોગની યાદીમાં જણાવાયુ છે.