પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભક્ત દ્વારા માં અંબાના ચરણોમાં ભક્તે આશરે 68.20 લાખનું સવા કિલો સોનુ દાન કર્યું.

અંબાજી (રાકેશ શર્મા): માં અંબાનું સોનાના શિખરે મઢાઈ રહેલું પવિત્ર યાત્રાધામ અંબાજી. માંના દર્શન માટે ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા આવે છે ને આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાની મનોકામના પુરી કરે છે અને યથાશક્તિ મુજબ માં અંબાને ભેટ અર્પણ કરે છે એવા જ એક માં અંબાના ભક્તે માં અંબાના ચરણોમાં સવા કિલો સોનુ દાનમાં આપ્યું છે. સુવર્ણ શિખર બનાવવા માટે રાજકોટના ભક્તે સોનાનું દાન કર્યું છે. દાતા એ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે. અંદાજે સવા કિલો સોનાનું દાન કર્યું છે જેની કિંમત 68.20 લાખ રૂપિયા થાય છે જેનો ઉપયોગ અંબાજી મંદિર સુવર્ણ શિખર બનાવવામાં કરવામાં આવશે.