અસલાલી પોલીસ સ્ટેશન
જીલ્લો-અમદાવાદ ગ્રામ્ય
“
પોલીસ મહાનિરિક્ષક શ્રી કે.જી.ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લા વિસ્તારમાંથી પ્રોહી પ્રવૃતિને નાબૂદ કરવા આપેલ સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ સાણંદ નાઓના સીધા માર્ગદર્શન તેમજ તેઓને મળેલ હકીકત આધારે અસલાલી પોલીસ ઇન્સપેકટરશ્રી પી.આર.જાડેજા નાઓએ પો.સબ.ઇન્સશ્રી જે.ટી.ચાવડા, એ.એસ.આઇ જગદીશભાઇ રામજીભાઇ બ.નં ૫૦૪ તથા અ.પો.કો કુલદિપસિંહ મહિપતસિંહ બ.નં ૭૯૫ તથા આ.પો.કો સંજયદાન મહિપતસિંહ બન.૧૯૮ તથા આ.પો.કો અશોકસિંહ બળવંતસિંહ બ.નં ૮૦ તથા અ.પો.કો દિવ્યરાજસિંહ કનકસિંહ બ.નં ૧૩૬૫ તથા અ.પો.કો હરપાલસિંહ આનંદસિંહ બ.નં ૧૩૪૮ નાઓ સાથે મોજે અસલાલી બજરંગ એસ્ટેટ માં આવેલ ગોડાઉન નંબર ૧૮ તથા નંબર ૧૯ માં રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ૩૪૦ નાની-મોટી કંપની શીલ બંધ બોટલો નંગ ૩૨૪૦ જેની કિ.રૂ. ૧૪,૭૩,૬૦૦/- ની મત્તાનો શોધી કાઢી આ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખનાર રમેશકુમાર તથા મહેન્દ્રકુમાર બંને રહે. રાજસ્થાનવાળાઓ વિરૂધ્ધ અસલાલી પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૧૧૧૯૨૦૦૨૨૦૧૦૫૪/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ઇ,૧૧૬(બી),૮૧ મુબજ ફરીયાદ અ.હે.કો પથિકસિંહ દશરથસિંહ બ.નં ૯૨૪ નાઓએ આપતા ઉપરોકત વોન્ટેડ બંને ઇસમોની ઘરપકડ કરવા સારૂ તપાસના ચ્રકો ગતીમાન કરવમાં આવેલ છે.