નર્મદા બ્રેકિંગ : નર્મદામા કોરોનાથી વધુ એક દર્દીના મોત સાથે મોતનો સત્તાવાર આંકડો બે પર પહોચ્યો

નર્મદા બ્રેકિંગ :
નર્મદામા કોરોનાથી વધુ એક દર્દીના મોત સાથે મોતનો સત્તાવાર આંકડો બે પર પહોચ્યો

આજે નર્મદા જિલ્લામ કૂલ 9કેસ પોઝિટિવ આવ્યા

09પૈકી નાંદોદ મા -04,ગરુડેશ્વર તાલુકા મા -04અને રાજપીપલા મા -01કેસ પોઝિટિવ

આજે સાજા થયેલ 5ને રજા આપી

નર્મદા કૂલ 960
પોઝિટિવ કેસ

આજે કુલ 365
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

રાજપીપલા, તા1

નર્મદામા કોરોનાથી વધુ એક દર્દીના મોત સાથે મોતનો સત્તાવાર આંકડો બે પર પહોચ્યો છે .એપેડેમિક ઓફિસર ડો કશ્યપ ના જણાવ્યા અનુસાર મરનાર માલસિંગભાઈ ફ્તેસિંગ જાદવ (ઉ વ 68,રહે .ગામ રસેલા , તા નાંદોદ )નુ આજ રોજ કોવીદ હોસ્પિટલ મા મોત નીપજ્યુ છેઆ દર્દીએ વડોદરા ખાનગી હોસ્પિટલ મા ટેસ્ટ કરાવેલ જે નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજપીપલા કોવીદ મા દાખલથયો હતો જેમા તેમનુ મોત થયુ હતુ

આજે નર્મદા જિલ્લામા માત્ર 09 કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા આજના 09કેસ મા રેપિડ મા -1અને આરટીપીસીઆર ટેસ્ટમા -08કેસ પોઝિટિવ આવ્યા છે .જેમા09પૈકીનાંદોદ ના -04, તિલકવાડા તાલુકા મા -04અને રાજપીપલા મા -01કેસ પોઝિટિવ આવ્યા છે

જેમા તિલકવાડા તાલુકમા તિલકવાડા ગરુડેશ્વર ખાતે એક અને કેવડીયા ખાતે -3 કેસપોઝિટિવ આવ્યો છે .અને નાંદોદ મારસેલા મા એક રામપુરા મા -2,અને લાછરસ મા એક કેસ તથા રાજપીપલામા આશાપૂરી મંદીર પાસે -01 કેસ પોઝિટિવ આવ્યા છે.

જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 29અને કોવીદ કેર 08અને હોમ આઇસોલેશન મા 05મળી કૂલ 42 દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 960 પર પહોચ્યો હતો આજે કોવીદ મા થી 02અને અને કોવીદ કેર માથી 03મળીકૂલ 05 દર્દીઓ સારા થઇ જતા રજા આપી છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 472અને કોવીદ કેર માથી 444મળી કૂલ 916ને રજા આપી છે .

આજે કુલઆરટી પીસી આરના32અનેટ્રુ નેટ ના -01અને એન્ટીજન ટેસ્ટ ના 332 મળીકૂલ 365ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 50317વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 32 દરદીઓ, તાવના 28 દરદીઓ, ઝાડાના 32 દરદીઓ સહિત કુલ-82 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 974698 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 765783
લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા