આજનાં મુખ્ય સમાચાર.

*ગુજરાતમાં હવે પોલીસ દારૂની ખેપ મારતા જોવા મળે તો નવાઈ નહીં*
અમદાવાદ સરદાર નગર પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. કોન્સ્ટેબલ અલ્પેશ 1 લાખ 33 હજાર 760 રૂપિયાના વિદેશી દારૂ સાથે ઝડપાઈ ગયો છે અલ્પેશ ગાડીમાં દારૂ ભરીને જઈ રહ્યો હતો પોલીસે દારૂ સાથે ઝડપી લીધો હતો પોલીસે ત્રણ લાખ ૯૨ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે

*કડી પોલીસ સ્ટેશનનો દારૂકાંડ મામલો*
*આરોપી પોલીસ કર્મીની પૂછ પરછમાં દારૂની 112 બોટલો મળી*
મહેસાણા કડી પોલીસ સ્ટેશનમાં થી દારૂસગેવગે કરવાનો કેસ કેનાલ માંથી દારૂની બોટલો મળવાનો સિલસિલો હજુ ચાલુ કેનાલમાં ફેકવામાં આવેલ દારૂની બોટલો મળી નરસિંહ પૂરા નજીક કેનાલમાથી મળી બોટલો 112 જેટલી દારૂની બોટલો મળી આવી આરોપી પોલીસ કર્મીની પૂછપરછમાં બોટલો મળી આવી આ સમગ્ર કેસની સીટની ટીમ કરી રહી છે તપાસ

*આજથી મીઠાઈના વેપારીઓએ બેસ્ટ બીફોર ડેટ દર્શાવવી ફરજિયાત 2 લાખ સુધીના દંડની જોગવાઈ*
રાજ્યના મીઠાઈના વેપારીઓએ મીઠાઈની બેસ્ટ બીફોર ડેટ દર્શાવવી ફરજિયાત છે જેમાં છૂટક મીઠાઈની ટ્રે પર પણ મીઠાઈની બેસ્ટ બીફોર ડેટ દર્શાવવી પડશે. ગ્રાહકોને ગુણવત્તા યુક્ત મીઠાઈ મળી રહે એ માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ણય કરાયો છે. આ નિયમનું રાજ્યના ફુડ & ડ્રગ વિભાગ દ્વારા અમલવારી કરાવાશે અને જો કોઈ વેપારી નિયમનું પાલન નહીં કરે તો તેને 2 લાખ સુધીના દંડની જોગવાઈ કરાઇ છે.

*ડુપ્લીકેટ સર્ટિફિકેટ 7 લાખ રૂપિયા લેખે વેચાઈ રહ્યા છે*
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની વેબસાઈટ હેક કરી ફાર્માસિસ્ટના ખોટા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે અને અત્યાર સુધી 10 ડુપ્લીકેટ સર્ટિફિકેટ સાયબર ક્રાઈમને મળ્યા છે.ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના રજીસ્ટાર જે.એચ ચૌધરી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
*
*નકલી આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ*
સાબરકાંઠા જિલ્લામાંથી નકલી આર.સી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.પોલીસે નકલી ગ્રાહક મોકલી કૌભાંડ ઝડપ્યુ છે. જેમાં વાહનના નંબરના આધારે મહેતાપુરા વિસ્તારમાંથી વાહનોની આર.સી.બુક ઇશ્યૂ થતી હતી. સમગ્ર મામલે 3 આરોપીને 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે

*મહિલા ઉત્કર્ષ યોજનાનો શહેરમાં અમલ કરાશે*
સુરત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 10 મહિલા જૂથને આત્મનિર્ભર કરવા માટે વ્યાજરહિત 1 લાખ સુધીની લોન વગર ગેરેન્ટીંએ આપવાની યોજનાનો શહેરમાં અમલ કરાશે. આ માટે યુસીડી વિભાગે સ્ટેન્ડીંગમાં દરખાસ્ત કરી છે.ધિરાણ મેળવવા ઇચ્છુક 18થી 59 વર્ષની વયજૂથના 10 મહિલાઓનું જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ બનાવી મહિલાઓના આ જૂથને 1 લાખની વ્યાજ રહિત લોન અપાશે.

*19થી 29 ઓક્ટોબર વચ્ચે MBBSની પરીક્ષા લેવાશે*
સુરત નર્મદ યુનિવર્સિટીએ એમબીબીએસની પૂરક પરીક્ષાનું આયોજન કર્યું છે. તાજેતરમાં જ યુનિવર્સિટીએ એમબીબીએસની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કર્યું હતું. પરીક્ષા આગામી 19થી 29 ઓક્ટોબર, 2020 દરમિયાન રહેશે.

*હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડ નહીં વાપર્યું તો બ્લોક થશે*
સુરતખાતેદારના માથે ચાર્જ નાખી નહીં શકાશે હવે 3 માસ સુધી ઓનલાઈન પેમેન્ટ માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો વપરાશ નહીં કર્યો તો બેંક દ્વારા બંને પ્રકારના કાર્ડ બ્લોક કરવામાં આવશે. સિક્યુરિટી નોમર્સમાં સુધારો આવતા બેંકો દ્વારા શહેરની વિવિધ બેંકો દ્વારા ખાતેદારોને મેસેજ મોકલીને ઓનલાઈન પેમેન્ટમાં કાર્ડનો ઉપયોગ નહીં કર્યો હોઈ તો તે બ્લોક થશે તેવું જણાવ્યું હતું.

*સાબરડેરીનું નવુ નજરાણું પાંચ રૂપિયામાં ૪૦૦ છાશ મળશે*
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સાબરડેરી દ્વારા એક નવી પ્રોડક્ટ શરૂ કરવામાં આવી છે. મધ્યમ વર્ગ માટે સાબરમાર્કા વાળી છાશ બજારમાં મૂકવામાં આવી છે. સાબર છાશ માત્ર પાંચ રૂપિયામાં ૪૦૦ ગ્રામના પાઉચ બનાવવામાં આવ્યા છે.સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છાશનું ધૂમ વેચાણ થયું હતું.લોકોને પોષાય તેવા ભાવમાં મળી રહે તે હેતુથી સાબરડેરી દ્વારા પ્રોડેક્ટ શરૂ કરવામાં આવી છે.

*ફી માફી 25 ટકા આપી સરકારે વાલીઓને પકડાવ્યો લોલીપોપ*
રાજ્ય સરકારે 25 ટકા ફી માફી કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને પાલનપુરમાં વાલી મંડળ રોષમાં છે. સરકાર અને શાળા સંચાલક મંડળની મિલિભગતથી નિર્ણય થયાનો વાલી મંડળે આક્ષેપ કર્યો છે. વાલીઓએ 50 ટકા ફી માફીની માંગ કરી છે.આ માંગ નહી સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
*
*જાહેરમાં બીડીના કસ મારતા ચેતી જજો*
રાજકોટ શહેર પોલીસ તેમજ મહાનગર પાલિકાની ટીમ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં માસ્ક ઉતારીને સિગરેટ પીનાર વ્યક્તિ સામે તમાકુ અધિનિયમ અન્વયે જાહેરનામાના ભંગ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. તમાકુ અધિનિયમ અન્વયે રુપિયા બસો તેમજ માસ્કનો દંડ રૂપિયા એક હજાર એમ કુલ 1 હજાર 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો

*જેલમાંથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો*
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો જેલ સ્ક્વોડની તપાસ દરમિયાન બેરેક નંબર 3માંથી મોબાઇલ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોબાઇલ મળી આવતા જેલ સ્ક્વોડએ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો

*કૃષ્ણ જન્મભૂમિ વિવાદ: મથુરા સિવિલ કોર્ટે અરજીને ફગાવી*
રામજન્મભૂમિ અયોધ્યામાં ભૂમિ પૂજન બાદ હવે મથુરાના કૃષ્ણમંદિરને લઈને પણ ચર્ચા છે. મથુરાની અદાલતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળથી ઇદગાહને હટાવવાની અરજીને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. ફરિયાદી વિષ્ણુ જૈન, હરીશંકર જૈન અને રંજન અગ્નિહોત્રીએ સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં હાજર રહી પોતાનો પક્ષ રાખ્યો હતો કોર્ટે પોતાના ચુકાદામાં આ અરજીને ફગાવી દીધી છે.

*સુરતમાં ચૌટા બજાર સાંજે 7 વાગ્યા બંધ રાખવા આદેશ*
સુરતનું ચૌટા બજાર સાંજે 7 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 12 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જે પૈકી ચૌટા બજારના હોવાનું બહાર આવ્યું છે.

*પેરિસમાં પ્રચંડ ધમાકાથી લોકો ગભરાયા*
વિસ્ફોટના કારણે લોકોએ તરત ઇમરજન્સી સર્વિસને ફોન પણ કર્યા. તો કેટલાક લોકોએ કહ્યું કે વિસ્ફોટના કારણે તેમના ઘર પણ હલ્યા જોકે પોલીસે સ્પષ્ટતા કરી કે આ અવાજ કોઇ બોમ્બ વિસ્ફોટનો નહોતો પરંતુ એક ફાઇટર જેટ વિમાનનો હતો આ વિમાને સાઉન્ડ બેરિયર તોડ્યું જેના કારણે આ અવાજ ઉત્પન્ન થયો હતો

*રાજુલામાં ચાર ઈંચ ખાંભામાં ત્રણ ઈંચ બાબરામાં બે ઈંચ ધોધમાર વરસાદ*
અમરેલી રાજુલાની મેઈન બજારમાં કેડસમા પાણી ભરાયા,કપાસ, મગફળી સહિતના પાકનો સોથ વળી જતા ખેડૂતોની દિવાળી બગડીગોંડલમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામી રહ્યો છે સવારથી બપોર સુધી અસહ્ય બફારો અને ગરમીને કારણે લોકો કંટાળ્યા છે. ત્યારે બપોર બાદ ઉનાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો

*પાણી ચેમ્બરથી નાખુશ સરકાર સીએમે કહ્યું પુરાવાઓ સાથે આવો*
ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના મોરચે ગુજરાત સરકારના અધિકારીઓનો ભ્રષ્ટાચાર નડી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા તે મુદ્દે મુખ્યમંત્રીએ ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પાંચ મોભીઓ પાસે ખુલાસા માગ્યા છે. આ પાંચમાં પંકજભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, ઉત્કર્ષ શાહ, રોહિત પટેલ અને નટુભાઈ પટેલનો સમાવેશ થાય છે.
*
*કિન્નર સમાજ પ્રેસ કોન્ફરન્સમાં સામસામે*
નવસારી જિલ્લામાં રહેતા કિન્નરો વચ્ચે વિસ્તાર તેમજ અખાડાના વડાને લઈને વિવાદ ઉઠયો છે. બારડોલીના કિન્નરને સમાજના મુખ્ય અખાડામાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો હતો. આ કિન્નર નવસારીના ૩૦ કિન્નરોને હેરાનગતિ કરતો હોવાનો આક્ષેપ લાગ્યો છે.વિજલપોર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કિન્નરોએ રોષ ઠાલવ્યો હતો
*
*ગાંધીનગર ખાતે ભાજપ મહિલા મોર્ચાની બેઠક મળી*
પ્રદેશ ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણી સહિત પ્રદેશ મહિલા મોરચાના સભ્યો હાજર રહ્યા હતા ભારતીબહેન શિયાળને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યુ હતું. વિભાવરીબહેને માર્ગદર્શન આપ્યું હતુ પેટાચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ભાજપનો મહિલા મોરચો સજ્જ હોવાનું કહ્યુ હતું.

*દીવ સંઘપ્રદેશમાં હવે મનફાવે તેવા ભાડૂ વસૂલી શકશે નહી*
પરિવહન સુવિધા નામની એપ અને વેબ પોર્ટલને પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના 8 હજાર 550 યુનિટ અને 2 હજાર 500 ટ્રાન્સપોર્ટરોને લાભ થશે આ એપથી વેપારમાં અને માલ પરિવહનમાં પારદર્શિતા આવશે.

*ગુજરાતના લાયનની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો*
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૯મી બેઠકમાં ગુજરાતની આ ગૌરવ સિદ્ધિઓની વિગતો સૌ સભ્યોને આપવામાં આવી હતી.ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે.

*કોંગ્રેસ સંભવિત ઉમેદવારોની યાદીને આપી રહી છે અંતિમરૂપ*
ચૂંટણી કમિશ્નરે ગુજરાત વિધાનસભાની આઠ સીટો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. તારીખોની જાહેરાત બાદથી ગુજરાતમાં રાજકીય પારો આસમાને પહોંચી ગયો છે. ભાજપ એકતરફ તમામ સીટો પર જીતવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની તમામ સીટોને બચાવવા માટે રણનીતિ બનાવી રહી છે.

*સીઆર પાટીલની અગ્નિ પરીક્ષા*
પાટીલે કહ્યું કે ભાજપ કાર્યકર્તા ઉત્સાહથી ભરેલા છે. પરંતુ કોંગ્રેસ સતત મળી રહેલી હારના લીધે નિરાશ છે. ભાજપના દાવાની સામે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે દાવો કર્યો કે જે સીટો પર ચૂંટણી થવાની છે તે તમામ કોંગ્રેસની છે. જે જાળવી રાખવા માટે કોંગ્રેસ આકરી મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે ભાજપની અનાડી નીતિઓના લીધે ગુજરાતના લોકો પરેશાન છે. આ પેટાચૂંટણીમાં તેનું પ્રતિબિંબ જોવા મળશે. પાટીલે કહ્યું કે ભાજપની પાસે નેતૃત્વ છે ગત વખતે
ભાજપે ખૂબ ઓછા માર્જિનથી કપરાડા અને ડાંગ સીટો ગુમાવી હતી

*વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો અને કોવિડ-19ના દર્દીઓને ટપાલ મતપત્ર દ્વારા મતદાનની સુવિધા*
કોરોના મહામારીને કારણે લોકોને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે. ચૂંટણી પંચ અનુસાર 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો અને મતદાર યાદીનાં ડેટા બેઝમાં શારિરીક અક્ષમ તરીકે નિર્દિષ્ઠ થયેલા છે તેવા દિવ્યાંગ મતદારો સામાન્ય અથવા પેટા-ચૂંટણીઓમાં જો તેઓ વિનંતી કરે તો ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે

*બાબરી કેસમાં 32 આરોપીઓ નિર્દોષ*
બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં 28 વર્ષ પછી હવે નિર્ણય આવ્યો છે. લખનઉમાં સ્પેશ્યિલ કોર્ટના જજ એસકે યાદવે 2000 પાનાનો નિર્ણય આપ્યો છે. જેમાં જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો જેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયા છે

*3જી ઓક્ટોબરે બિગ બૉસ હાઉસમાં થશે રાધે માની એન્ટ્રી?*
ભારતીય ટેલીવિઝનમાં સૌથી વધુ વિવાદમાં રહેતા અને ટીઆરપીમાં બાજી મારનાર રિયાલિટી શૉની નવી સીઝન ‘બિગ બૉસ’ની 14મી સીઝન જલ્દી શરૂ થવા જઇ રહી છે.આ વીડિયો સાથે સલમાન ખાનના આ શૉના મેકર્સે એક જબરદસ્ત સરપ્રાઇસ આપ્યુ છે.કારણ કે વીડિયોમાં રાધે મા બિગ બૉસના ઘરમાં એન્ટ્રી લેતી નજરે આવી રહી છે.

*25 ટકા ફી માફીની મંજૂરી વાલીઓ નારાજ*
ગાંધીનગર ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે સ્કૂલ ફીને લઈને કેબિનેટમાં નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 25 ટકા ફી માફીની મંજૂરી આપી દીધી છે

*સુરત મહાનગર પાલિકાનો બોગસ અધિકારી ઝડપાયો*
સુરત લોકો પાસેથી માસ્કના નામે દંડ ઉઘરાવવા નીકળેલા યુવકને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લોકોએ બોગસ અધિકારીને પોલીસને હવાલે કર્યો માસ્કના નામે બે હજાર રૂપિયાના દંડની ઉઘરાણી કરવા નીકળેલા યુવકને લોકોએ ઝડપી લીધો

*રાપરના વકીલની 240 કિ.મી. લાંબી અંતિમયાત્રા નીકળી હતી*
વકીલની સ્મશાનયાત્રા નીકળી હતી, જે 240 કિમીનું અંતર કાપીને છે મતિયાદેવ મંદિર પહોંચી હતી. રાપરથી દિવંગત વકીલની સ્મશાનયાત્રા નીકળી હતી, જે 240 કિમીનું અંતર કાપીને છેક મતિયાદેવ મંદિર પહોંચી હતી.