*બનાસકાંઠાના ભાટવર ગામના તલાટીન સસ્પેન્ડ*

બનાસકાંઠાના ભાટવર ગામના લાંચિયા તલાટીનો લાંચ માંગતો પર વિડીયો પ્રસારિત થતા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તલાટીના વાયરલ વિડીયો મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક ધોરણે તલાટીને સસ્પેન્ડ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ભાટવર ગામ પંચાયતના તલાટીએ વિકાસના કામ માટે પાંચ ટકાની ટકાવારી માંગી હતી. જેનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તલાટી કહી રહ્યો હતો કે બધે તો છ અને સાત ટકા ટકાવારી ચાલે છે. બધા તલાટીઓ પણ છ થી સાત ટકા ટકાવારી લે છે. મેં પણ લીધેલી છે. પરંતુ તમે પાંચ ટકા ટકાવારી આપશો તો હું લઇ લઈશ. આમ કહી સામે વળી વ્યક્તિને કામ પૂરું થાય પછી વહીવટ મોકલાવી દેવાની વાત કરે છે. જેને પગલે તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.