GVK EMRI 108 ઈમરજન્સી ધ્વારા ગાંધીનગર ના રાધે-રાધે પરીવાર ગ્રુપને સર્ટિફિકેટ એનાયત.

જય ભારત સાથે જણાવવા માંગુ છું કે હાલમાં સમગ્ર વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેથી સમગ્ર જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આવા કપરા સમયમાં સરકાર પણ પોતાની ફરજ ખુબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. અને સાથે સાથે સરકાર સાથે રહી રાષ્ટ્રસેવા માં કેટલાક સમાજસેવકો અને યુવાનો દેવદૂત બનીને જનતા ની સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી.જેમાં ની ગાંધીનગર માં કાર્યરત રાધે-રાધે પરીવાર ગ્રુપ ધ્વારા ૨૨ મી માર્ચ થી દરરોજ ૧૧૦૦ થી વધુ ગરીબો ને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેમાં કોરોના વોરીયર્સ એવા પોલીસ જવાનો,ફાયર બ્રિગેડના જવાનો, મીડિયા કર્મીઓ અને 108 ના કર્મચારી નો પણ સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ રાધે-રાધે પરીવાર ગ્રુપ દ્વારા આ સેવાકીય પ્રવુતી જરૂરિયાતમંદ વ્યક્તિઓ તથા કોરોના વોરીયર્સ ને સેવા પુરી પાડવામાં આવશે. સાથે સાથે અમારા ગ્રૂપ ધ્વારા આપણા સૌની સુરક્ષા માટે રાત-દિવસ પહેરો રાખનાર એવા કોરોના વોરીયર્સ એટલે કે પોલીસ જવાનોને માસ્ક, સેનેટાઈઝર અને કાળઝાળ ગરમીમાં બપોરના સમયે છાશ, લીંબુ નો શરબત નું પણ વિતરણ કરવામાં આવી હતુ.
જેથી રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર, ગુજરાત એ કરેલ અદભૂત કામગીરી બદલ GVK EMRI 108 ઈમરજન્સી તરફથી સર્ટિફિકેટ એનાયત કરીને સમગ્ર ગ્રુપ ની કામગીરી ને ધન્યવાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સર્ટિફિકેટ ખુબ જ ઓછા લોકો નેજ સમર્પિત થાય છે. તો આપણા સૌના માટે ગર્વ ની વાત એ છે કે ગાંધીનગર માં સમાજ સેવાની અનોખી મિસાલ બની રહેલા “રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર” નો પણ સમાવેશ થયો છે. GVK EMRI 108 ઈમરજન્સી ના ચીફ ઓપરેટિંગ ઓફીસર માનનીય જસવંત પ્રજાપતિ સાહેબ તથા તેમના સમગ્ર સ્ટાફે રાઘે-રાઘે પરીવાર ગ્રુપ ની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે રાધે-રાધે પરીવાર એ સમગ્ર 108 ની ટીમ નો હૃદય પુર્વક ખુબ ખુબ આભાર માન્યો હતો.