*તટ રક્ષક બન્યા દેવદૂત: ભારતીય તટરક્ષક દળે MSV કૃષ્ણ સુદામા પર રહેલા ક્રૂ મેમ્બર્સને બચાવ્યા*

પોરબંદર: ભારતીય તટરક્ષકદળે MSV કૃષ્ણ સુદામા (MMSI-419956117) પર રહેલા 12 ક્રૂ મેમ્બર 26 સપ્ટેમ્બર 202ની રાત્રીએ ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર ફસાયા હતા તેમનો જીવ બચાવ્યો હતો. MSV કૃષ્ણ સુદામા 26 સપ્ટેમ્બર 20ના રોજ મુંદ્રાથી 905 ટન ચોખા અને ખાંડનો જથ્થો લઇને જીબુતી જવા માટે રવાના થયું હતું. 26 સપ્ટેમ્બર 20ના રોજ અંદાજે 2100 કલાકે ઓખા ખાતે ભારતીય તટરક્ષક દળને માહિતી મળી હતી કે, ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર MSV કૃષ્ણા સુદામા પર પાણી ધસી રહ્યું છે. ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધવામાં આવ્યું હતું જેમાં તટરક્ષક દળનું C-411 જહાજ ઓખાથી જવા માટે રવાના થયું હતું, C-161 મુંદ્રાથી રવાના થયું હતું અને નજીકના વિસ્તારમાં રહેલા MV સધર્ન રોબિનને વધુ સહાય માટે મોકલવામાં આવ્યું હતું. તટરક્ષક દળનું જહાજ C-411 સધર્ન રોબિન દ્વારા સૂચિત કરવામાં આવેલી જગ્યાની નજીકમાં પહોંચ્યું હતું અને આ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. સંપૂર્ણ વિસ્તારમાં શોધખોળ કર્યા પછી C-411 જહાજને 12 ક્રૂ મેમ્બર લઇ જતું ક્રાફ્ટ મળી આવ્યું હતું જેઓ પાણીમાં ડુબી રહેલા MSV કૃષ્ણ સુદામા જહાજમાંથી નીકળી ગયા હતા. તટરક્ષક દળના જહાજ C-411 દ્વારા હિંમતપૂર્ણ ઓપરેશન હાથ ધરીને રાત્રીનો સમય, આસપાસમાં તરતી જોખમી ચીજો અને પ્રતિકૂળ હવામાન જેવી પડકારજનક સ્થિતિમાં તમામ 12 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવામાં આવેલા તમામ 12 ક્રૂ મેમ્બરને ઓખા લાવવામાં આવ્યા હતા અને તે સલામત છે. તટરક્ષક દળનું જહાજ C-161 આ વિસ્તારમાં દેખરેખ રાખી રહ્યું છે અને ડુબેલા જહાજમાંથી કોઈપણ સંભવિત ઇંધણના લિકેજના કારણે સંભવિત ઓઇલ પ્રદૂષણને રોકવા માટે પ્રયાસો કરી રહ્યું છે.