સુખ શાંતિ અને ઐશ્વર્ય આપતી અધિક માસ ની કમલા એકાદશી : – અશોક વાઘેલા.

પુરુષોત્તમ માસની એકાદશીને કમલા એકાદશી કહેવામાં આવે છે.પદમ પૂરાણ ના 63 મા અદયાયમા કમલા એકાદશી વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને આ કમલા એકાદશી અતિ પ્રિય છે. લક્ષ્મીની કૃપા મેળવવા માટે પણ આ એકાદશી અવશ્ય કરવી જોઇએ.કમલા એટલે લક્ષ્મી. આ એકાદશીનુ વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. અધિક માસમા સ્નાન , દાન, જપ,તપનુ વિશેષ મહત્વ છે.પાપોનો નાશ કરનાર શ્રી પુરુષોત્તમ માસનુ માહાત્મ્ય આ પ્રમાણે છે. જયારે તે અધિક માસ પુરુષોત્તમ માસ આવ્યો હોય અને તેમા પણ તેની પહેલી એકાદશી આવી હોય, તે કમલા નામે હોઈને બધી તિથિઓમા ઉત્તમ તિથિ ગણાય છે. તે એકાદશીના વ્રતના પ્રભાવથી શ્રી લક્ષ્મી દેવી તેની સામે કૃપાદ્રષ્ટિથી જુએ છે. માટે તે ( પુરુષોત્તમ મહિનાની ) કમલા એકાદશી તિથિએ મનુષ્યએ પરોઢિયે ઉઠી શ્રી પુરુષોત્તમ વિષ્ણુનુ સમરણ કરવું.અને પછી વિધિથી સ્નાન કરી નિયમ લેવો. હરકોઈ વ્રત કરનારાને ઘેર સ્નાન -જપ કરવાથી અનેકગણુ, નદી પર કરવાથી ત્રણ ગણુ,ગાયોના વાડામાં કરવાથી હજાર ગણુ ,અગ્નિશાળામાં કરવાથી સેકડોગણુ ફળદાયી થાય છે. પણ જો કોઇ શિવના ક્ષેત્રમા કે હરકોઈ તીર્થમા સ્નાન જપ કરવાથી સો ગણુ ફળદાયી થાય છે. પણ તુલસીની પાસે સ્નાન-જપ કરવાથી એક લાખ ગણુ અને શ્રી વિષ્ણુની પાસે કરવાથી અનંતગણુ ફલદાયી થાય છે. અધિક માસની કમલા એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુનુ પૂજન, અચૅન કરવાથી તેઓની આરતી, દિપ પ્રગટાવાથી,ધૂપ,અગરબત્તી અને પુષ્પો વડે પૂજન કરવાથી અને નૈવેદ્ય ધરાવવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની કૃપા આશીર્વાદ મેળવી શકાય છે.ભગવાન શ્રી હરિ વિષ્ણુનુ પ્રાચીન મંદિર ગુજરાતમા અમદાવાદ ખાતે વિકટોરીયા ગાડૅન પાસે ગુજરી બઝાર મહાલક્ષ્મી મંદિરની બાજુમાં આવેલ છે.