વટવા ગ્રીનના ચેરમેનપદે શંકરભાઇ પટેલ યથાવત, બિનહરિફ ડિરેક્ટરોની વરણી.

વટવા ગ્રીનના ચેરમેનપદે શંકરભાઇ પટેલ યથાવત, બિનહરિફ ડિરેક્ટરોની વરણી.

વટવા ગ્રીન એન્વાયરમેન્ ટ સર્વિસ સોસાયટીના વર્ષ 2020 થી 2025 ના હોદ્દેદારોની બિનહરિફ વરણી કરવામાં આવી છે જેમાં ચેરમેન પદે શંકરભાઈ પટેલ યથાવત રહ્યા હતા જ્યારે સેક્રેટરી તરીકે ભુપેન્દ્ર પટેલ, જોઇન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્ર દોશી, ટ્રેઝરર તરીકે પંકજ ડઢાણી સહિત આનંદ પટેલ રમેશભાઈ પટેલ યોગેશભાઈ પરીખની નિમણૂક કરવામાં આવી હતી. ચેરમેન સહિત ૧૮ ડિરેક્ટરોએ ફરીથી વટવા ગ્રીસની કામગીરી શરૂ કરી દીધી છે.
વટવા જીઆઈડીસીમાં ધમધમતા ઉદ્યોગોમાંથી નીકળતા દૂષિત પાણીનો નિકાલ કરવા માટે વટવા ગ્રીન સોસાયટી ની સ્થાપના કરવામાં આવી છે અને તેનાCETPમા રોજના લાખો લિટર પાણીનો શુદ્ધિકરણ કરવામાં આવે છે. સાથે સાથે પર્યાવરણ બચાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવે છે.