અઠ્ઠાવીસ ગામ માછી સમાજના નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ. નવા પ્રમુખ પદે ઠાકોરભાઈ માછી તથા ઉપપ્રમુખ પદે પ્રકાશકુમાર માછીની વરણી.

રાજપીપળા, તા.24
અઠ્ઠાવીસ ગામ માછી સમાજના નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.આ અંગે ૨૮ ગામો માછી સમાજની કારોબારી સમિતિમાં સમસ્ત રાજપીપળા માછી સમાજ પાંચ ફળિયાના આગેવાનોની એક મિટિંગનું આયોજન નવા ફળિયા પંચના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રમુખના હોદ્દા પર ઠાકોરભાઈ મણિલાલભાઈ માછી (મોટામાછીવાળ) તેમજ ઉપપ્રમુખના હોદ્દા પર પ્રકાશકુમાર ભીખાભાઈ માછી (લીમડા ચોક) ની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ ઉપપ્રમુખે બાકી રહેલ સમય વિધિ માટે પોતાની સર્વાનુમતે કરાયેલી વરણી બદલ સૌનો આભાર વ્યક્ત કરી સૌના સાથ અને સહકારથી 28 ગામ સમાજના બાકી, અધૂરા તેમજ વિકાસશીલ કામો કરવાની ખાતરી આપી હતી. સમાજના સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે 28 ગામ માછી સમાજના ઉપપ્રમુખ સ્વ.ઉમંગભાઈ ભગવાનભાઈ માછી તથા ઉપપ્રમુખ સ્વ.ચંદુભાઈ શનુભાઈ માછી તેમ જ રાજપીપળા પાંચ ફળિયાના નામી-અનામી એવા વ્યક્તિઓનું થયેલ દુઃખદ આવતાં બદલ સદગતના આત્માને શાંતિ મળે તે માટે બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા