અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીજને 71માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગુજરાતના વિવિધ ઈકોતેર સ્થળોએ યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેના ભાગ રૂપે અમદાવાદના સોલા વિસ્તારના યોગ કોચ ફાલ્ગુનીબેન સોનારા, યોગ ટ્રેનર કૌશલભાઈ સતાપરા અને મિતેશભાઈ શાહ દ્વારા સોલા વિસ્તારના સાંઈધામ ખાતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિશ્વ હિન્દૂ પરિષદના ક્ષેત્રીય મંત્રી શ્રી અશોકભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખુબજ મોટા પ્રમાણમાં સોલા વિસ્તારના રહીશોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

https://youtu.be/_zrXW9OjCKQ