નાંદોદ અને દેડીયાપાડા તાલુકામાં દોઢ દોઢ ઇંચ વરસાદ ગરુડેશ્વરમાં પોણો ઇંચ વરસાદ.
રાજપીપળામાં આખો દિવસ સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
રાજપીપળા, તા. 24
રાજપીપળા સહિત નર્મદા માં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે કે છેલ્લા 24 કલાકમાં રાજપીપળા સહિત નર્મદા માં ભારે વરસાદ તૂટી પડ્યો છે. રાજપીપળામાં આખો દિવસ સતત ભારે વરસાદ થતાં રાજપીપળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વરસાદના આંકડા જોતાં તિલકવાડા તાલુકામાં બે ઇંચ, દેડીયાપાડા અને નાંદોદ તાલુકામાં દોઢ દોઢ ઇંચ, ગરુડેશ્વર પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.પુર નિયંત્રણ કક્ષના સત્તાવાર આંકડા પ્રમાણે આજે સૌથી વધુ વરસાદ તિલકવાડા તાલુકામાં બે ઇંચ ( 50 મીમી) વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ સાગબારા તાલુકામાં 06 મીમી નોંધાયો છે, જયારે દેડિયાપાડા અને નાંદોદ તાલુકામાં 35 મીમી તેમજ ગરુડેશ્વર તાલુકામાં 20 મીમી વરસાદ નોંધાયો છે. આજે 24 કલાકમાં 146 મી.મી (સરેરાશ 29 મીમી) વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-2034 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- 1493 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો માં 1033 મિ.મિ. સાથે ત્રીજા સ્થાને અને નાંદોદ તાલુકો-1030 મિ.મિ. સાથે ચોથા સ્થાને અને ગરૂડેશ્વર તાલુકો -870 મિ.મિ. સાથે પાંચમા સ્થાને વરસાદ નોંધાયો છે.જિલ્લામાં આજદિન સુધીમાં કુલ મોસમનો વરસાદ 6459 મિમિ ( સરેરાશ 1292 મીમી) વરસાદ નોંધાયો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- 136.89 મીટર, કરજણ ડેમ- 114.19 મીટર, અને ચોપડવાવ ડેમ- 187.44 મીટરની સપાટી રહેવા પામી છે,નાના કાકડીંઆંબા ડેમ- 187.73 મીટર નોંધાઈ છે.જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ 17.5 0 મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા