માંગ નહી સંતોષાય તો રસ્તારોકો આંદોલનની ચીમકી
એસટી બસોની અવરજવરથી શાળાના બાળકો,કોલેજના વિધ્યાર્થીઓ તથાદર્દીઓના જીવ જોખમમાં.
રાજપીપળા,તા.૨૫
રાજપીપળા શહેરમાં ટ્રાફીક જામને લીધે છાસવારેઅકસ્માતના બનાવો બનતા હોવા ઉપરાંત રાજપીપળા ખાતે આવેલ છત્રવિલાસ,
રઘુવીરસિંહ કોલોની,ચિત્રકુટ,પંચવટી, કાળીયાભુત,શ્રીજીનગર તથા સહિતના રહેણાંકવિસ્તારોમાં ભારવાહકવાહનોના
અવરજવર પર સદંતર પ્રતિબંધની માંગ કરી છે. અને જો આ માંગ પુરીનહિ થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
નર્મદા કલેકટરને રજુઆત કરતા રહીશોએ જણાવ્યુ હતુ કે આમારા વિસ્તારમાવિવિધ સ્કુલો કોલેજો, હોસ્પિટલો આવેલી છે. છેલ્લા
ઘણા સમયથી રાજપીપળા એસટી ડેપોની તમામ બસો અમારા જ વિસ્તારમાંથી અવરજવર કરે છે. આ રસ્તો સિંગલપટટીનો હોય
અવારનવાર ટ્રાફિક જામના દેશ્યો સર્જાવાથી અકસ્માતો પણ થાય છે. એસટીબસોની અવરજવર આવી જ રહી તો શાળાના નાના નાના બાળકો,કોલેજના વિધ્યાર્થીઓ તથા દર્દીઓના જીવ જોખમમાં છે. અહીયાથી ૧૦૮ ઇમરજન્સી વાનને પણ અવરજવર
કરવામાં તકલીફ પડે છે.
વળી આ રૂટ પર રાજપીપળા એસટીબસો સહિત અન્યભારવાહક વાહનો માટે ફક્ત સિંગલરૂટ હોય તો તે સમયે પણ અકસ્માતો
અને ટ્રાફીક જામમા દેશ્યો સર્જાતા હતા. હવે તો ડબલ રૂટ થતા તકલીફોમાં ધણો વધારો થયો છે. જેથી અમારા વિસ્તારમાંથી એસટી બસોનુ અવરજવર સંદતર બંધ કરવા વિનંતી છે અને જો અમારી માંગ પુરી નહિ થાય તો અમારે ના છૂટકે રસ્તા રોકો આંદોલનનો
સહારો લેવો પડશે.
તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા