*બાપ ની વહેંચણી*
*-એક ઉત્તમ નિર્ણય…*
*———————–*
*પાત્રો નાં નામ*
બાપા : *મગનદાદા*
મોટો છોકરો : *રાકેશ*
વચલો : *સુરેશ*
નાનો : *મુકેશ*
*——————-*
*રાકેશ -:*
“બાપા ! પંચ આવ્યું છે, હવે તમારી રીતે વહેંચણી કરો. ”
*સરપંચ -:*
“જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓને ભાગ પાડી દયો ઇ જ હારુ.., હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના ?”
( *સરપંચે મગનદાદા ને પૂછ્યું.* )
*રાકેશ -:*
“અરે એમાં શું પૂછવાનું, ચાર મહિના મારે ન્યા, ચાર મહિના વચલા ને ન્યા અને ચાર મહિના નાનકા ને ન્યા રેશે ”
*બાકીનાં બન્ને છોકરાઓ -:* (મોટાભાઈ ની સામુ જોઈને) હા હા ઠીક છે… હાલશે અમારે..
*સરપંચ -:*
“ઇ તો પાકુ થઈ ગ્યુ કે મગનદાદા ત્રણેય દીકરાને ત્યાં ચાર ચાર મહિના રહેશે….
હાલો લ્યો મગનદાદા, હવે ઘર અને જમીનના ભાગ કરી દઈએ !”
*મગનદાદા -:*
(અત્યાર સુધી ઉપર આકાશમાં આંખ્યું માંડીને બેઠા હતા. અચાનક જોરથી રાડ પાડી ને બોલ્યા….)
“શેની વહેંચણી..?
“શેના ભાગ…? હેં…”
“ભાગ *હું* પાડીશ અને વહેંચણી પણ *હું* એટલે કે તમારો *બાપ* કરશે….. તો સાંભળો…
*- ત્રણેય છોકરાઓએ પેરેલા કપડે મારા ઘરમાંથી નીકળી જાવાનું છે……”*
*”- ચાર ચાર મહિનાની પાળીમાં, વારાફરતી મારા ઘરે આવીને રેવા આવવાનું અને બાકીના મહિનાની વ્યવસ્થા જેને જેમ પોહાય એમ કરી લેવી ….”*
*”સંપત્તિનો માલિક હું છું “*
ત્રણેય છોકરાઓ અને પંચની બોલતી બંદ થઈ ગઈ, *મગનદાદા* ની વહેંચણીની આ નવી રીત સાંભળીને ઘણા વડીલોની આંખો પણ ખુલી.
*આને કેવાય સાચો નિર્ણય..*
*વહેંચણી છોકરાઓએ નહિ પરંતુ “માં-બાપે” કરવાની હોય.* 🙏🏻💐
*———————–*