14 ફેબ્રુઆરી 2019 ની તારીખ ભારતીય ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે નોંધાઈ ચુકી છે. આ દિવસે કાશ્મીરના પુલવામા મા સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દેશે પોતાના ૪૦ વીર સપૂતોને ખોઈ દીધા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષ અને દુખનું મોજુ ફરી વળ્યું હતું.
દેશભરમાંથી શહીદ જવાનોના પરિવારજનો ને મદદ માટે પૈસા એકઠા કરવામાં આવી રહ્યા હતા અને લોકો દિલ ખોલીને દાન કરી રહ્યા હતા. હાલમાં જ ભારતીય મૂળના વિવેક પટેલ ફેસબુક દ્વારા છ દિવસમાં છ કરોડ રૂપિયા એકઠા કરીને શહીદોના પરિવારજનોને મદદ કરી હતી. ત્યારે હવે એક ભીખ માંગવા વાળી મહિલાને અંતિમ ઇચ્છાને પૂરી કરતા તેના દ્વારા જમા કરવામાં આવેલ 6 લાખથી પણ વધારે ની રકમ ને શહીદોના પરિવારજનોને આપવામાં આવી હતી.
જાણવા મળેલી માહિતી મુજબ રાજસ્થાનના અજમેર ની એક મહિલાને આર્થિક ઇચ્છાને પૂરી કરતા તેના દ્વારા જમા કરવામાં આવેલ લગભગ ૬.૬૧ લાખ રૂપિયા જેવી રકમ શહીદોના પરિવારને આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર નંદિની શર્મા નામની આ મહિલાનું મૃત્યુ છ મહિના પહેલાં એટલે કે ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ થયેલ હતું. મરતા પહેલા તેણે પોતાની અંતિમ ઇચ્છા જાહેર કરી હતી કે તેઓ દ્વારા એકઠી કરવામાં આવેલ આ રકમ દેશ અને સમાજ ના હિત માટે ઉપયોગ કરવામાં આવે.
નંદિની શર્મા અજમેરના બજરંગ સ્થિત અંબે માતાજીના મંદિરની બહાર ભીખ માંગતી હતી. તેમની આદત હતી કે તેઓ રોજ ભીખમાં મળેલા પૈસાને બેંકમાં જમા કરાવી દેતા હતા. તેઓએ બેંકમાં બે લોકોને ટ્રસ્ટી બનાવ્યા હતા જેઓ તેમના નિધન બાદ તેમના દ્વારા એકઠી કરવામાં આવેલ રકમ નું ધ્યાન રાખે. આ બે નોમીની ના જણાવ્યા અનુસાર તેઓ આ પૈસાનું દાન કરવા માટે સાચા સમયની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પુલવામામાં થયેલા હુમલા બાદ તેઓએ નિર્ણય કર્યો હતો કે તેઓ આ રકમને વીરગતિ પ્રાપ્ત થયેલા જવાનના પરિવારને દાન કરી દેશે. અને તેઓનું કહેવું હતું કે નંદિની શર્મા ને આ ઉત્તમ શ્રદ્ધાંજલિ અને નમન રહેશે.
મહિલાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે બંને ટ્રસ્ટીઓએ જિલ્લા પ્રસાશનના ઓફિસમાં જઇને નંદની શર્મા ની છેલ્લી ઇચ્છા વિશે જણાવ્યું. તથા તેમના દ્વારા એકઠી કરવામાં આવેલી આ રકમને મુખ્યમંત્રી રાહત કોષ માં કરવામાં આવી હતી જેથી કરીને પુલવામા મા શહીદ થયેલા જવાનોના પરિવારજનો ને મદદ મળી શકે. આ માટે તેમણે એ રૂપિયા નો ડ્રાફ્ટ બનાવીને જિલ્લા કલેકટરને સોંપ્યો હતો.કેડીભટ્ટ.પ્રેમ નો પાસવર્ડ.