*સુરતના ડુમ્મસમાંથી 1 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું*

*સુરતના ડુમ્મસમાંથી 1 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું*

*જીએનએ સુરત* સુરતના ડુમ્મસમાં યુવાધનને બરબાદ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. સુરતના ડુમ્મસમાંથી 1 કરોડના એમડી ડ્રગ્સની ડિલિવરી કરતા યુવકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. રાજ્યમાં એક અઠવાડિયામાં ત્રીજું મોટું નેટવર્ક ઝડપાયું છે. અમદાવાદ, અરવલ્લી બાદ સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. હાલ પોલીસે આરોપીને ઝડપી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.