*ભીલ સમાજના સમૂહલગ્નમાં ગૃહમંત્રી જાડેજા હાજર રહ્યાં, વરરાજાને હેલ્મેટની ભેટ આપી*

અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે અત્યાર સુધી 1465 જેટલી દીકરીઓના વિના મૂલ્યે લગ્ન કરાવવામાં આવ્યા છે. ફરી એકવાર 22મા વર્ષે 22મા સમૂહ લગ્ન કરાવવાનો અવસર પ્રાપ્ત થયેલ છે.