ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ રૂા. ૨૫ ની સબસીડી આગામી ૩ મહિના સુધી આપવાની રજૂઆત સ્વીકારાતા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન

ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ રૂા. ૨૫ ની સબસીડી આગામી ૩ મહિના સુધી આપવાની
રજૂઆત સ્વીકારાતા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન

અન્ય રાજયોની જેમ પશુદિઠ, દૈનિક, કાયમી સબસીડી આપવાની રજૂઆત

રાજયમાં કોરોનાની મહામારીમાં ગોશાળા-પાંજરાપોળને દાતાઓ તરફથી ઓછું દાન અપાતું હોવાથી પશુઓના નિભાવમાં સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.રાજય સરકારને રજૂઆત કરાતા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ અગામી ૩ મહિના માટે ગૌશાળા-પાંજરાપોળોને અગાઉની જેમ જ પશુ દીઠ રૂા. ૨૫ ની સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. રાજયના નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૌશાળા પાંજરાપોળોને આગામી ૩ મહિના ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર પશુ દિઠ રૂા. ૨૫ ની સબસીડી ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણયને એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલે વધાવ્યો છે. સાથમાં જ અન્ય રાજયોની જેમ ગુજરાતની દરેક ગૌશાળા-પાંજરાપોળોને પશુદિઠ, દૈનિક, કાયમી સબસીડી મળે તેવી રજૂઆત પણ કરી છે.