વાદા રહા સનમ’ ગીતથી પ્રખ્યાત થનારા બોલિવૂડ ગીતકાર અનવર સાગરનું 70 વર્ષની ઉંમરે નિધન
પ્રખ્યાત ગીતકાર અનવર સાગરનું મુંબઇમાં અવસાન થયું હતું. બુધવારે સાંજે તેમને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હજી સુધી તેના મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ સોસાયટી લિમિટેડે એક ટ્વીટ કરીને ગીતકારના અવસાન વિશે માહિતી આપી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ સોસાયટી લિમિટેડએ એક ટ્વીટમાં લખ્યું છે: “અનુભવી ગીતકાર અને આઈપીઆરએસના સભ્ય, અનવર સાગરજીનું આજે નિધન થયું. તેઓ ‘વાદા રહા સનમ’ જેવા ગીતો લખવા માટે જાણીતા છે. તેઓ વિજય પથ અને યારાના જેવી પ્રતિષ્ઠિત ફિલ્મો માટે ગીતો પણ લખ્યા હતાં. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થના તેમના પરિવાર સાથે છે તેમના આત્માને શાંતિ મળે.
અક્ષર કુમાર અભિનીત ફિલ્મ “ખિલાડી” ના લોકપ્રિય ગીત “વાદા રહા સનમ” માટે અનવરને યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં અનવરે 80 અને 90 ના દાયકાની ઘણી ફિલ્મોના ગીતો લખ્યા હતા. ડેવિડ ધવનની ‘યારના’, જેકી શ્રોફની ‘સપને સાજન કે’, ‘ખિલાડી’, ‘મેં ખિલાડી તુ અનારી’, અજય દેવગનની ‘વિજયપથ’ સહિત ઘણી ફિલ્મોમાં ગીત લખી ચૂક્યા છે.
આજે પણ ખેલાડી ફિલ્મનું ગીત લોકો ખૂબ જ પસંદ કરે છે 90ના દશકમાંજ નહીં પરંતુ હાલ પણ લોકોને આ ગીત ખૂબ પસંદ છે. આ ગીત સૌથી લોકપ્રિય ગીત તરીખે ઓળખવામાં આવે છે.