*દેશમાં પ્રિ પેડ મીટર નાંખવામાં આવશે*

સંસદમાં જૂ કરેલા બજેટના ભાષણમાં નાણા મંત્રી સિતારમને કહ્યું હતું કે ભવિષ્યમાં વીજળી મેળવવા માટે અગાઉથી પૈસા ભરવા પડશે અને હાલના જે મીટરો છે તેને બદલીને નવા મીટરો નંખાશે. આખા દેશમાં પ્રિ પેડ મીટર નાંખવામાં આવશે જે સ્માર્ટ મીટર હશે. આ મીટરની ખાસ વાત એ હશે કે ગ્રાહકને વીજળી પુરી પાડતી કંપની અને તેના દરની પસંદગી કરવાની તક મળશે.પ્રિ પેડ વીજળી માટે કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી યોજના બનાવી રહી હતી. વર્ષ 2018માં પણ સરકારે આવી જાહેરાત કરી હતી, પરંતુ હવે સરકારે 2022 સુધીમાં તમામ મીટરોને બદલી નાંખવાની જાહેરાત કરી છે.પ્રિ પેડ મીટરમાં ગ્રાહકે પહેલાથી પૈસા ભરવા પડશે જે આજકાલ મોબાઇલ ફોન અને ટીવી ચેનલો લેવા માટે હોય છે.ગ્રાહકે પૈસા ભર્યા પછી જ તેને વિજળી મળશે, એવું સિતારમને કહ્યું હતું.