જંગલ સફારી માં કામ કરતા એનિમલ કીપરોને તાલીમ બાદ એજન્સી માં જોડાવવા અધિકારીઓનુ દબાણ
68 જેટલા એનિમલ કીપરો ને uds નામ નિ પ્રાઇવેટ એજન્સી માં જોડાવવા દબાણ કરતા કીપરોએ કર્યો ઇનકાર
નર્મદા જિલ્લા મા સાપ અજગર , મગર જેવા પ્રાણીઓ ને પકડી સુરક્ષિત જંગલમા છોડી દઈ પ્રાણીઓ ને જાનના જોખમે બચવાનાર 68 જેટલા એનિમલ કીપરોએ 6માસ ની તાલીમ લઇ ને કેવડીયા પરત આવ્યાહતા તાલીમ બાદ જોબ આપવામા તંત્રએ અખાડા શરૂ કરતા કીપરો મા રોષની લાગણી જન્મી છે . જંગલ સફારી માં કામ કરતા એનિમલ કીપરોને તાલીમ બાદ એજન્સી માં જોડાવવા અધિકારીઓ દબાણ કરી રહયા છે .
કેવડીયા કૉલોની ખાતે જંગલ સાફારી બની રહી છે … જેનુ બીજુ નામ છે સરદાર પટેલ ઝૂ લોજિકલ પાર્ક … આ ઝૂ માં અલગ અલગ જાતના દેશ વિદેશ થી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે અને કહેવાય છે કે આ ઝૂ ઇંટરનેશનલ ઝૂ બનવા જઈ રહ્યુ છે..
આ ઝૂ માં પ્રાણીઓની કાળજી રાખનાર 68 જેટલા એનિમલ કીપરોને વનવિભાગ ધ્વારા પસંદગી કરી 6 મહિના માટે ટ્રેનિંગ માં મોકલવામાં આવ્યા હતા … પોતાનુ ચાલુ ભણતર છોડી સ્થાનિક આદિવાસીઓ 6મહિનાની ટ્રેનિંગ માટે જૂનાગઢ માં સક્કરબાગ તેમજ ગાંધીનગર માં ઇણ્દ્રૉદ પાર્ક માં તાલીમ લેવા માટે રવાના કરી દેવાયા હતા..તાલીમમાં જોડાતી વખતે એમણે એમ પણ જણાવ્યુ હતુ કે તમારો પગાર 12000 થી ઉપર હશે અને જેમ જેમ ટાઈમ વધશે તેમ તમારા પગાર માં વધારો પણ થશે.. આમ લાલચ આપી છ મહિના નો કીમતી સમય બગાડી તાલીમાર્થીઓ ટ્રેનિંગ માટે નિકળી ગયા હતા અને હાલ અહીયા પરત આવ્યા છે અને આજે જોબ 4 મહિના પૂરા થયા હોય એમને uds નામની પ્રાઇવેટ એજન્સી માં જોડાવવા અધિકારીઓ ધ્વારા દબાણ આપવામા આવી રહ્યુ છે…
એમનું કહેવુ છે કે તમે જેટલા જલ્દી જોડાઈ જશો એટલો જલ્દી તમારો પગાર શરૂ થઈ જશે એવુ કહી ડિસેંબર મહિનાનો પણ પગાર કરવામા આવ્યો નથી.
કીપરો નુ કહેવૂ છે કે ગુજરાત ના મોટ્ટા ભાગ ના ઝૂ માં કીપરો ને ઝૂ ની સોસાયટી માં રાખવામા આવ્યા. છે જેમનો પગાર સોસાયટી કરે છે. તો અમને પણ સોસાયટીમાં લો એવી માંગ ઉઠી છે.
ખુંખાર જાનવર સાથે કામ કરતા આ એનિમલ કીપરો ને આજદિન સુધી ના તો જોઈનિગ લેટર આપ્યો છે નથી તો ઓળખ માટે નુ આઇડેન્ટિટી કાર્ડ …
આમ પોતાની જીંદગી નો કીમતી સમય બગાડી ભણતર છોડી ને ટ્રેનિંગ માં ગયા હોય એજન્સી માં જોડાવવા કીપરો એ સખ્ત મનાઈ કરી દીધી છે જ્યારે કર્મચારીઓ ધ્વારા રોજ બરોજ 5/5 … 10/10 કીપરો ને બોલાવી એજન્સી માં જોડાવવા દબાણ કરતા કીપરો મા ભારે રોષની લાગણી જોવા મળીછે