કેવડિયા ખાતે કેટલી સી પ્લેન જેટ માટે તળાવ નંબર ફોનમાંથી ૨૫૦થી વધુ મગરોનું સ્થળાંતર થશે. મગરોની રેસ્કયુ કરી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે.

અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી શરૂ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ત્યારે તેની કવાયતના ભાગરૂપે હાલ નર્મદા ડેમના તળાવ નંબર.3 માંથી સી પ્લેનની જેટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પણ આ તળાવમાંથી વનવિભાગ દ્વારા લગભગ 250 જેટલા મગરોને અન્ય સલામત તળાવમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 31 મી ઓક્ટોબર 2018 ના રોજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે સાથે સાથે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ અનેકે પ્રોજેક્ટ સરકારે હાથ ધર્યા છે. જે આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી સી પ્લેન ચાલુ થવા જઈ રહ્યું છે.
એના માટે નર્મદા વિભાગ વન વિભાગ દ્વારા લગભગ 250 થી વધુ મગરોનું તળાવ નંબર.3 માંથી રેસ્ક્યુ કરી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે મોકલી અપાયા છે. હાલમાં પણ વનવિભાગ દ્વારા મગરોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ છે. આગળ આ અગાઉ પણ મગરોનું સ્થળાંતર કર્યું હતું, પણ પછી એ પ્રોજેક્ટ પડતો મુકાયો હતો. હવે બધું ફાઈનલ થઇ ગયા પછી મગરોનો ખતરો હોવાથી આ જગ્યાએથી મગરોને અન્ય સ્થળાંતર કરવાની ફરજ પડતાં આ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા