*અમદાવાદમાં ઉશ્કેરાયેલા પાડોશીએ પતિ-પત્નીને માર્યા છરીના ઘા, પત્નીનું સારવાર દરમ્યાન મૃત્યું.*

અમદાવાદ: અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં સામાન્ય ઝગડો લોહીયાળમાં પરિણમ્યો હતો. યુએન મેહતા પાસે આવેલ ગણપત સોસાયટીમાં પાડોશીએ હુમલો કરી પતિ પત્ની પર છરીના ઘા ઝીંકી દેતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવની પ્રાથમિક વિગત મુજબ પાડોશી અને મરનાર મહિલા વચ્ચે સામાન્ય બોલચાલ થઈ હતી જે દરમ્યાન આવેશમાં આવી ગયેલ પાડોશીએ પતિ-પત્ની પર જીવલેવા હુમલો કર્યો હતો. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

સૂત્ર મુજબ મૃતકના સાસુ સુશીલાબેને જણાવ્યું છે કે જૂની અદાવતને ધ્યાનમાં રાખી મારી વહુ અને દીકરા પર હુમલો કરવામાં આવ્યો છે પહેલા છરીના 2 ઘા મારા દીકરાને માર્યા અને પછી એક ઘા મારી વહુને માર્યો હતો: સૂત્ર.