દારૂ ઘુસાડવાની એક નવી તરકીબ અપનાવી અને SOG એ 26 લાખથી વધુ કિંમતનો માલ ઝડપી લીધો

અમદાવાદમાંથી પસાર થઈ રહેલો દારૂનો માતબર જથ્થો રૂરલ પોલીસના SOGએ ઝડપી પાડ્યો છે. આ જથ્થો એવા માલની આડમાં લઈ જવામાં આવી રહ્યો હતો કે તેને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસના આ ઑપરેશનમાં રાજ્યમાં દારૂ ધુસાડવાની વધુ એક નવી તરકીબ મળી આવી છે. ગત સપ્તાહમાં ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સપોર્ટ કંપનીમાં રેડ કરીને કુરિયર મારફતે આવતો દારૂ ઝડપી પાડ્યા બાદ હવે અમદાવાદ રૂરલ પોલીસે સપાટો બોલાવ્યો છે. મળી આવેલા દારૂના જથ્થાની કિંમત 26 લાખ રૂપિયાથી પણ વધારે છે. રાજ્યમાં અનલૉકમાં જ એક પછી એક દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.મરધીના દાણાની આડમાં લઈ જવાઈ રહેલો દારૂ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ પણ બંધ કન્ટેનરમાં સંતાડેલો જથ્થો જોઈને ચોંકી ઉઠી