બ્રેકિંગ ન્યૂઝ : સરકારના નિયમોની એસીતેસી કરતા શાળાના સંચાલંકો .ફી મુદે શાળાના સંચાલકોની દાદાગીરી આવી સામે.

બ્રેકીગ ન્યૂઝ.

સરકારના નિયમોની એસીતેસી કરતા શાળાના સંચાલંકો .ફી મુદે શાળાના સંચાલકોની દાદાગીરી આવી સામે.
હાલ વિશ્વભરમા કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી અનેક લોકોના કામઘંઘા પર આર્થીક અસર જોવા મળી છે. તેવામા અનેક સામાન્ય શ્રમિકો તેમજ મધ્યમ વગૅ ના લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામા અનેક શાળાના સંચાલકો દ્વારા વાલીયો પાસેથી જબરજસ્તી ફી ઉઘરાવવા મા આવી રહી હોય છે. તેવી અનેકવાર ફરીયાદો થઈ રહી છે, તેવામા રાજય સરકાર દ્વારા કોઈપણ એવા આદેશ બહાર પાડવામા નથી આવ્યાં, કે શાળાના સંચાલકો વાલીયો પાસે ફી ઉઘરાવી શકસે તેમ છતા પણ આવી અનેક ખાનગી સ્કુલના સંચાલકની દાદાગીરી સામે આવી છે. તેનો એક ફી માગતો ઓડીયો પણ વાયરલ થયો છે મણીનગર પુવૅ વિસ્તારમાં આવતા ગોરના કુવા પાસે આવેલી શ્રી રાજાભગત વિદ્યાલયના સંચાલકો દ્વારા વાલીયો પાસે જબરજસ્તી ફી ઉઘરાવામા આવી રહી છે. શાળાના સંચાલકો દ્વારા એવુ પણ કહેવામા આવી રહ્યું છે, કે જો ફી નહી ભરોતો વિધાર્થીઓને પરીક્ષાનુ પેપર પણ આપવા દેવામા આવશે નહી. તેમજ વાલીયોને ઓનલાઈન ભણાવામા આવતા હોય તો તેની પણ ફી ભરવાની રહેશે.તેવુ શાળા ના સંચાલકો જણાવી રહ્યા છે. હવે એ જોવાનુ છે કે વાલીયો શાળાની ફી ભરશે, કે પોતાના પરીવારનુ ભરણપોસણ કરશે, કે પછી રાજય સરકાર આવી શાળાઓની સામે કોઈ નકકર પગલા ભરસે.