સાઉથ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે થયું અવસાન.

સાઉથ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આંધ્રપ્રદેશના ગુંટૂરમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકથી મંગળવારે સવારે તેમનું નિધન થયું છે. તેલગુ ફિલ્મ દર્શકોમાં જયપ્રકાશ રેડ્ડી એક કોમેડી અભિનેતા તરીકે પ્રખ્યાત હતા. તેમણે બ્રમ્હપુત્રુદૂથી તેમના કેરિયર શરૂઆત કરી હતી.

જયપ્રકાશ રેડ્ડીના નિધનના સમાચાર બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ટ્વિટર પર અનેક કલાકાર તેમને શ્રદ્દાંજલિ પાઠવી રહ્યા છે.આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્રબાબૂ નાયડૂએ પણ જયપ્રકાશ રેડ્ડીને નિધનના સમચાર પર શ્રંદ્ધાજલિ આપી છે