જીવનમાં *ક* અથવા *K* નું સ્થાન આજે સમજાયું….

જીવનમાં *ક* અથવા *K* નું સ્થાન આજે સમજાયું….
*KSHATI* અથવા *ક્ષતિ* (ક્સતિ) માં આવેલ ‘ક’ અથવા Kને ફેરવીને થોડો પાછળ લઈ જઇએ… તો,
*SHAKTI* અથવા *શક્તિ* બની જાય છે…
આથી જ….
ચાલો, ભૂલી જઇએ ક્ષતિને
વિકસાવી લઇએ શક્તિને..
*-Abilityની પ્રજાલોજી*
કોઇને પ્રોત્સાહન આપવા જઈએ અને પોતે જ લઘુતાગ્રંથી અનુભવવા લાગીએ એવું બને ખરું?
મારી સાથે આવું જ કંઇક બની ગયું.
*”વ્યોમ ફાઉન્ડેશન”* દ્વારા યોજવામાં આવેલ “આરંભ-2018” ના ભાગરૂપે દિવ્યાંગ મિત્રો અથવા વિશિષ્ટ રીતે શક્તિશાળી મિત્રો માટે યોજાનાર ફેશન શો નો ઓડિશન રાઉન્ડ આજે અંધજન મંડળ, અમદાવાદ ખાતે યોજવામાં આવેલ. સામાન્ય રીતે કોઇને પણ *’જજ’* કરવા અઘરા હોય છે, ત્યારે દિવ્યાંગ મિત્રોને ફેશન શો માટે સિલેકટ કરવાની જજ તરીકેની મહત્વની અને કપરી કામગીરી અમને સોંપવામાં આવેલ.
પણ આજે અહી આવ્યા પછી માનસિક, શારીરિક કે અન્ય રીતે અશક્તિમાન કલાકારોને ઉત્સાહભેર ભાગ લેતા જોઇ દંગ રહી જવાયું.
આપણે ચેનલ ઉપર ફિલ્મ જોતાં હોઈએ અને ટેકનીકલ કારણોસર ફિલ્મ પ્રસારિત થતી અટકી જાય તો….આપણે ચેનલવાલાને કોસવા માંડીએ છીએ.
આપણે મનગમતા સીંગર કે મ્યુઝીકની કોન્સર્ટની ટીકીટ ના મળે તો આપણે નસીબને કોસીએ છીએ.
કોઇ ટુરિસ્ટ લોકેશન ઉપર જવાનું કેન્સલ થાય તો આપણો મગજનો પારો છટકી જતો હોય છે.
પગે સહેચ મોચ આવવાથી કોઈ ડાન્સમાં કે રમતમાં ભાગ ના લઇ શકીએ તો ભગવાનને કોસવા લાગીએ છીએ.
તો પછી જે લોકો,
અંધ હોવાના કારણે,
કાયમી ધોરણે ફિલ્મ નથી જોઈ શકતા…
મૂક હોવાના કારણે
કાયમી ધોરણે ગીત નથી ગાઇ શકતા…
બધિર હોવાના કારણે
કાયમી ધોરણે સંગીત નથી સાંભળી શકતા…
અપંગ હોવાના કારણે
કાયમી ધોરણે રમી નથી શકતા…
એમની માનસિક હાલત શું હશે?
પણ ના એવુ હંમેશા માટે નથી હોતું.
આજે મળેલા આ તમામ દિવ્યાંગ મિત્રો ઉત્સાહથી છલકાતા હતાં. જીંદગીથી એમને કોઈ ફરિયાદ નહોતી જણાતી.
એકબાજુ આપણે નાની નાની વાતોમાં વાંધાવચકા કાઢતા રહીએ છીએ અને બીજીબાજુ 🔅આ મિત્રો જીવનને ખુશી-મજાથી જીવે જાય છે.
🔅કોઈ સરસ ગાઇ જાણે છે
🔅કોઈ ચેસ ચેમ્પિયન છે
🔅કોઇ કસરતબાજ છે
🔅કોઇ ચિત્રકાર છે
પણ, એમની મસ્તીમાં જીવી જાય છે અને આપણને પ્રેરણા આપતા જાય છે.
આપણી બદલાયેલી લાઇફ સ્ટાઇલમાં આપણા આનંદ અને ખુશીઓ ભૌતિક સુવિધાઓ જેવા કે પોશ બંગલો/ફલેટ, લેટેસ્ટ કાર, ઇલેક્ટ્રોનિક ગેઝેટમાં સપડાઈ ગઇ છે, ત્યારે કુદરતી રીતે ક્ષતિ ધરાવતા આ મિત્રો આપણને જીવન જીવવાનું શીખવી જાય છે.
વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતી આજની નવી પેઢી તો ફેસબુકમાં લાઇક્સ ઓછી મળે કે લેટેસ્ટ મોબાઇલ ના હોય, તો પણ *”ડીપ્રેશન”* આવી જાય છે, ત્યારે આ Specially Able મિત્રો મારા હ્રદયમાં ઉંડી *”ઇમ્પ્રેશન”* છોડી ગયા છે.
ચાલો, ભૂલી જઇએ ક્ષતિને
વિકસાવી લઇએ શક્તિને..
*-Abilityની પ્રજાલોજી*
Thank you VYOM FOUNDATION & Malhar Dave for giving me such opportunity.

https://m.facebook.com/story.php?story_fbid=10156586586339801&id=579714800&sfnsn=wiwspwa&extid=2YIQ43cdjQAnyOzG