બનાસકાંઠા: આજે છે ભાદરવી પૂર્ણિમા. આજે પણ અંબાજી મંદિર ભક્તો માટે બંદ રાખવામાં આવ્યું.

અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર સવાર થી ભક્તો માટે ખુલશે. અંબાજી મંદિર ના દર્શન હાલ ઓનલાઇન ચાલુ. ગબ્બર ખાતે અમુક ભક્ત ધજા લઈને આવ્યા. બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો. અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા આજે પૂનમે મંદિર ખાતે હાજર રહ્યા.