ગુરુદ્વારા નું લંગર

ગઈકાલે એક સરસ બનાવ બન્યો… હોટલનું નામ આપવાની ના પાડી એટલે નથી લખી રહ્યો. થયું એવું કે એક હોટલમાં એક માણસ દાલ રોટી જમી રહ્યો હતો. સારા ઘરનો દેખાતો એ આધેડ હતો. જમ્યા પછી બીલ આપવાનો વારો આવ્યો ત્યારે એણે કહ્યું કે એ પોતાનું પર્સ ભૂલી ગયો છે તો એ થોડીવારમાં પાછો આવી ચૂકવી જશે. કાઉન્ટર પર બેસેલા સરદારજીએ કહ્યું “કોઈ બાત નહી, જબ પૈસે આ જાયે તબ દેકે જાના,… અને પેલો માણસ જતો રહ્યો….. વેઈટરએ આવીને કહ્યું કે જે માણસ મફતનું જમીને ગયો તે આ પહેલા પણ એક બે હોટલમાં આવુજ કરી ચુક્યો છે… ત્યારે સરદારજી એ સરસ જવાબ આપ્યો કે “વો સિર્ફ દાલરોટી ખા કે ગયા હૈ” કોફ્તે, પનીર શનીર ખા કે નહિ ગયા… ઉસને ઐયાશી કરને કે લિયે નહિ ખાયા. સિર્ફ અપની ભૂખ મિટાને કે લિયે ખાના ખાયા…. ઔર ઉસને લંગરવાલી દાલ માંગીથી… વો ઇસે હોટલ સમજકર નહિ આયા થા. ગુરુદ્વારા સમજ કર આયા થા… ઔર હમ પંજાબી લોગ લંગર કે પૈસે નહિ લેતે… ધન્ય ધન્ય ધન્ય… આ હોટલ અંધેરી ખાતે આવેલી છે.
-વિનોદ સરવૈયા