25% ફી રાહત મુદ્દે અમદાવાદમાં વાલીઓએ લોલીપોપ કર્યો વિરોધ.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ફીનો વિવાદ વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ખાનગી શાળા સંચાલકોએ ફીમાં 25 ટકાની આપેલી રાહત વાલીઓએ લોલીપોપ ગણાવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.. શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.