🦀કોરોના ન્યુઝ
ભાવનગર
જિલ્લામાં 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં 20 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા, કોરોનાથી 2 વ્યક્તિના મોત. 30ને રજા અપાઈ.
🚑🚨🏥🚒શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ પર થયેલી અરજી મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, ખાનગી હોસ્પિટલમાં આગ લાગે તો ઇમરજન્સીમાં શું કરવું તેની તાલીમ આપી?: HC.
🚁🚁છત્તીસગઢ: બિલાસપુરના રતનપુરમાં અચાનક આવેલા પૂરમાં ફસાયેલા એક વ્યક્તિને #MI17V5 હેલીકોપ્ટરની મદદથી પડકારજનક આબોહવાનો સામનો કરીને વાયુસેનાના જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યો.
🚣♂️🌧️⛈️🌨️☔રાજ્યમાં આજેપણ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી અને 50 તાલુકાઓમાં 1 ઇંચથી માંડીને 9 ઇંચ વરસાદ વરસ્યો. જોકે રાજ્યમાં સૌથી વધુ માંડવીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે કચ્છના નખત્રાણામાં આભ ફાટ્યું અને માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. પાછલા 10 કલાકમાં ગીર તાલાલામા 7 ઇંચ વરસાદ, તાપીના વાલોડમાં 6 ઇંચ, નવસારીના વાંસદામાં 6 ઇંચ, સુરતના મહુવામાં 5 ઇંચ અને ડાંગના વઘઇમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વ્યારા, જોડીયા, આહવા અને બારડોલીમાં પાછલા 10 કલાકમાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.
🚆🚂🚊*ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી*
……
*મંગળવાર તા.૧૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધી અમદાવાદ-વડોદરાથી
કુડલ-સાવંત વાડી – રત્નાગીરી માટે પશ્વિમ રેલ્વે દ્વારા ૧ર વિશેષ ટ્રેન દોડાવાશે*
……
*પશ્વિમ રેલ્વે એ કરેલી માંગણીનો સાનૂકુળ પ્રતિસાદ આપતા શ્રી વિજયભાઇ રૂપાણી*
…..
કોવિડ-19ની માર્ગદર્શિકા-સૂચનાઓના ચુસ્તપણે પાલન સાથે
વિશેષ ટ્રેનની આવન-જાવન કરવા દેવાશે*
……
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર અમદાવાદ અને વડોદરાથી ૧ર વિશેષ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે*
*પ્રવર્તમાન કોરોના કોવિડ-19 વાયરસ સંક્રમણની સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમો-માર્ગદર્શીકાઓના ચુસ્તપણે અનુપાલન સાથે આ ટ્રેનમાં મુસાફરીની અનૂમતિ અપાશે*.
*મુખ્યમંત્રીશ્રી સમક્ષ પશ્ચિમ રેલ્વે મુંબઇ દ્વારા કોંકણ પ્રદેશના મુસાફરો માટે ગણેશ ચતુર્થીના તહેવાર દરમ્યાન ખાસ ટ્રેન ચલાવવાની કરેલી માંગણીનો શ્રી વિજયભાઇ રૂપાણીએ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે*
*ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો ગણેશ ચતુર્થીનો ઉત્સવ પોતાના વતનમાં જઇને મનાવી શકે તે માટે તા.૧૮ ઓગસ્ટથી આ વિશેષ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવશે જે ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રખાશે*
*આ વિશેષ ટ્રેનની જે ૧ર ટ્રીપને મંજૂરી આપવામાં આવી છે તેમાં તા.૧૮ ઓગસ્ટ અને તા.રપ ઓગસ્ટે અમદાવાદથી કુડલ માટે, તા.ર૧ ઓગસ્ટ અને તા.ર૮ ઓગસ્ટે અમદાવાદથી સાવંતવાડી માટે તેમજ તા.ર૩ ઓગસ્ટ અને તા.૩૦ ઓગસ્ટે વડોદરાથી રત્નાગીરી માટે ટ્રેન દોડાવવામાં આવશે*
*વળતી મુસાફરીમાં આ વિશેષ ટ્રેન તા.૧૯ અને તા.ર૬ ઓગસ્ટે કુડલથી અમદાવાદ. તા.રર અને તા.ર૯ ઓગસ્ટે સાવંતવાડીથી અમદાવાદ અને તા. ર૪ તેમજ તા.૩૧ ઓગસ્ટે રત્નાગીરીથી વડોદરા આવશે*
🚨🦀 રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
પોરબંદરના સાંસદ છે રમેશ ધડુક
ગઇકાલે તેમના પુત્રનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ.
🦀🦀🦀ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. 600 ઉપરાંત કેસ નોંધાય ચુક્યા છે જેમાં અનેક કર્મચારીઓ સંક્રમિત થયા છે ત્યારે ગાંધીનગર મહાપાલિકાના સીટી ઈજનેર અને ડીએમસી સહિત 4 લોકો સંક્રમિત થતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઇને જીએમસીના એક ડઝન જેટલા કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે.
🚨અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં ચોરી, પોલીસે 2 ઘરઘાટી મહિલાઓની કરી ધરપકડ. બેડરૂમમાં રાખેલા ડિજિટલ લોકરમાંથી ચોરી કેવી રીતે કરી તેની કરાઈ પૂછપરછ.
💐⚖️📖✒️સુપ્રીમ કોર્ટે નીટ અને જેઈઈની પરીક્ષાને રોકવા માટે કરેલી અરજી ફગાવી, પરીક્ષાના આયોજન કરવા આપી લીલીઝંડી.
#JEE ની પરીક્ષા પહેલીથી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે.
#NEET ની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજશે.
🌨️☔🌧️▪છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
▪રાજ્યના ૯૫ તાલુકાઓમાં અડધાથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
▪કચ્છ જિલ્લાના માંડવી-મુન્દ્રા, તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
▪રાજ્યમાં સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ
▪રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ.ટી. બસની ત્રણ રૂટની ૧૭ ટ્રીપો બંધ : રાજ્યના ૧૯૫ રસ્તાઓ બંધ
▪ સરદાર સરોવર ડેમમાં ૧૨૧.૦૮ મીટર જળ સપાટી, ૫૪.૦૬ ટકા જળસંગ્રહ
▪રાજ્યના ૯૪ ડેમ હાઈ એલર્ટ, ૧૦ ડેમ એલર્ટ અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર
*********
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૭મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૯૫ તાલુકાઓ એવા છે કે જ્યાં અડધા ઈંચથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના માંડવી અને મુન્દ્રા તાલુકામાં સાડા પાંચ ઈંચ, તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
કચ્છના માંડવીમાં ૧૩૩ મી.મી., મુન્દ્રામાં ૧૩૨ મી.મી., વાલોડમાં ૧૨૭ મી.મી., તારાપુરમાં ૧૨૪ મી.મી., નેત્રંગમાં ૧૨૧ મી.મી., વાલીયામાં ૧૧૪ મી.મી., ખંભાતમાં ૧૦૮ મી.મી. અને ભિલોડામાં ૧૦૬ મી.મી. વરસાદ એટલે કે ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે મહુવા(સુરત), ધરમપુર, વડાલી, નવસારી, ઈડર અને વ્યારા મળી કુલ છ તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તદુપરાંત તિલકવાડા, સુબિર, બોરસદ, જલાલપોર, ભરૂચ, દિયોદર, ગાંધીધામ, પેટલાદ, સતલાસણા, ગરૂડેશ્વર, પલસાણા, ડિસા, સોજીત્રા અને ચોર્યાસી તાલુકા મળી કુલ ૧૩ તાલુકાઓમાં બે ઈંચ થી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૬૭ તાલુકાઓમાં અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી એક મી.મી. સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસી રહેલાં અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની ડેમની જળસપાટી ૧૨૧.૦૮ મીટર પર પહોંચી છે. તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં ૫૪.૦૬ ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના ડેમોની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજની સ્થિતિએ કુલ ૯૪ ડેમ હાઈ એલર્ટ ઉપર એટલે કે ૯૦ ટકાથી વધુ ભરાયા, ૧૦ ડેમ એલર્ટ ઉપર એટલે કે ૮૦થી ૯૦ ટકા ભરાયા અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર એટલે કે ૭૦થી ૮૦ ટકા ભરાયા છે. તે ઉપરાંત ૮૭ ડેમ ૭૦ ટકાથી ઓછા ભરાયા છે.
રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ.ટી. બસની ત્રણ રૂટની કુલ ૧૭ ટ્રીપો બંધ કરવાની ફરજ પડી છે. તે ઉપરાંત સ્ટેટ હાઈવેના ૧૨ રસ્તાઓ, પંચાયતના ૧૭૨ રસ્તાઓ, નેશનલ હાઈવેના બે રસ્તાઓ તેમજ અન્ય નવ રસ્તાઓ મળી કુલ ૧૯૫ રસ્તાઓ બંધ છે. જેને પૂર્વવત કરવા તંત્ર કાર્યરત છે.
✒️📖સુરતની એસ.ડી.જૈન સ્કૂલની દાદાગીરી સામે આવી. 500 વિદ્યાર્થીઓને ફી ન ભરવાના કારણે ઓનલાઇન સ્ટડી ગ્રુપમાંથી રિમુવ કરતા વાલીઓ શાળાએ પહોંચ્યા. ફી ભરવા માટે સંચાલકોનું વાલીઓ પર થયું દબાણ.
🎞️📽️’દ્રશ્યમ’નાં ડિરેક્ટર નિશિકાંત કામતનું નિધન, લિવરની બીમારીથી થયુ મોત
નિશિકાંત કામતે અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ’ ડિરેક્ટ કરી છે.
🦀🚨મુંબઈ: NCP પ્રમુખ શરદ પવારના ઘર પર તૈનાત બે સુરક્ષાકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ.
💂🏻♂️👮♀️જમ્મૂ કાશ્મીરઃ બારામૂલામાં નાકા પાર્ટી પર આતંકી હુમલો, પોલીસ જવાન શહીદ, સેનાના 2 જવાન થયા ઘાયલ.
🌨️🌨️રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આજથી 3 દિવસ રાજયમાં વરસાદની સિસ્ટમ સક્રિય
રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગે આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી.
🐊🐟નવસારી :
ઉભરાટ અને દીપલા ગામમાં આવેલા દરિયા કિનારેથી ૩ કાચબા કિનારે તણાઈ આવ્યા
તણાઈ આવેલા કાચબાને જોવા માટે લોકો કિનારે પહોંચ્યા
કાચબાને બચાવવા માટે જલાલપોર વન વિભાગને જાણ કરવામાં આવી
વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી કાચબાનો કબજો લઇ દરિયામાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી.