સંગીત સમ્રાટ તાનસેન ની આજે 431 મી પુણ્યતિથિ નિમિતે:-(26/04/1589)
જન્મ :- આ મહાન સંગીત સ્વામીનો જન્મ ગ્વાલિયર(મધ્ય પ્રદેશ) પાસે આવેલા બેહટ નામના ગામમાં ઈ.સ.1507 માં થયો હતો.
(2) પિતા:- મકરંદ પાંડે.
(3)માતા :- લક્ષ્મી બાઈ.
(4) તેમનું બાળપણ નું નામ રામતનુ હતું. કેટલાક તન્ના મિશ્ર પણ કહેતા.
(5) ગુરૂ:- વૃંદાવનના સંગીતાચાર્ય સ્વામી હરિદાસ પાસેથી શાસ્ત્રીય સંગીત વિદ્યાની પૂરેપૂરી તાલીમ મેળવી. તેમણે સ્વામીજી પાસેથી 100 જેટલા દ્રૃપદ શીખવા મળ્યા હતા. ઉપરાંત યૌગિક સપ્ત ચક્રમાં સાતે સ્વરોનો પ્રકાશ યોગબળ થી કેવી રીતે શક્ય બને છે એ ભેદ પણ સ્વામીજીએ બતાવ્યો હતો.
(6) લગ્ન:- ગ્વાલિયરના રાજા માનસિંહ તોમરના રાણી મૃગનયની દાસી પ્રેમકુમારી (સારસ્વત બ્રાહ્મણ) સાથે થયા હતા. તાનસેન ના પરિવાર માં ચાર પુત્રોમાં (1)સુરત સેન (2) શરત સેન (3)તરંગ સેન (4) વિલાસ સેન અને એક પુત્રી સરસ્વતી હતા.
(7) રીવા રાજયના રાજા રામચંદ્ર વાઘેલાએ સૌ પ્રથમ તાનસેન ને પોતાના રાજ્ય માં દરબારી ગાયક તરીકે નિયુક્તિ કર્યા અને “તાનસેન ” નું નામાભિધાન કરીને તેમનું સન્માન કર્યું.
(8)ઈ.સ.1565 માં અકબર બાદશાહે (આગ્રા)પોતાના શાહી દરબાર ના નવ રત્નોમાં સ્થાન આપી ને સન્માનિત કરાયા.
(9)રસ મહિયારણ મીંરાબાઈ શહેનશાહ અકબર ના સમકાલીન હતા. બાદશાહ અકબર અને તાનસેન બંને જણા એ હિંદુ વેપારી નો વેશ ધારણ કરીને મેવાડ આવીને મીરાંબાઈ ને હાથમાં કરતાલ લઈ ભગવાન ગિરધરલાલ ની મૂર્તિ સામે ભજન ગાતા રૂબરૂ નિહાળ્યા હતા.
(10)પાછલી અવસ્થામાં તાનસેન પુષ્ટિ માર્ગ ના તે વખતના અધિષ્ઠાતા શ્રી ગોંસાઈનો સેવક થઈ શરણે જઈને ગોવિંદ સ્વામી પાસેથી પણ સંગીત નું જ્ઞાન મેળવ્યું હતું.’
(11)અકબરનામા’ માં દર્શાવ્યા મુજબ તાનસેન નું અવસાન (તા 26/04/1589)ના રોજ આગ્રા માં થયું હતું.
(12)તેમની સમાધિ વિષે મતભેદ જોવા મળે છે.એક મત પ્રમાણે તેમની સમાધિ વૃંદાવન માં સ્વામી હરિદાસ ના નિવાસસ્થાન નિધિવન ની બાજું અને બીજા મત પ્રમાણે ગ્વાલિયરમાં માનવામાં આવે છે.પરંતુ પ્રથમ મત ને વધુ માનવામાં આવે છે.
(13)તાનસેન સંગીત સમ્રાટ હોવા ઉપરાંત કવિ પણ હતા. એની મુખ્ય રચનાઓમાં ધૃપદ પ્રચલિત છે. આ રચનાઓ ‘રાગ કલ્પદ્રુમ’,’નાદ-વિનોદ’ ,’ માં સંકલિત જોવા મળે છે. આ ઉપરાંત તાનસેન દ્વારા સંગીત સાર,રાગ માલા,અને ગણેશ સ્તોત્ર જેવા ગ્રંથો ની પણ રચના કરી છે.
(14)પ્રખર સંગીતશાસ્ત્રી સ્વ.બૃહસ્પતિ ના જણાવ્યા પ્રમાણે તાનસેને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો ન હતો.
(15)તાનસેને વીણા પર આધારિત “સૂરબહાર”અને રબાબ નામના બે વાદ્ય નું સર્જન કર્યું હતું.
(16)તાનસેન ના વંશજો “સેનીયા”ને નામે ઓળખાતા અને એમની સંગીત શૈલી “સેનિયા ઘરાના” તરીકે ઓળખાય છે.
(17) તાનસેને રાગ દરબારી કાનડા ,રાગ મિયાં મલ્હાર, રાગ મિયાં કી સારંગ, રાગ મિયાં કી તોડી જવા રાગો ની પણ અલગ રીતે રચના કરી છે.