રાજપીપળા સહિત નર્મદા માંવસંત પંચમીએ લગ્નો ની ભરમાર આજથી નર્મદામાં લગ્ન સમારંભો, તેમજ શુભ કાર્યોનો મંગલ પ્રારંભ

પીળા રંગના વસ્ત્રોનું દાન તેમજ ભોજન કરાવી શારદા પૂજન
આદિવાસીઓને મુખ્ય તહેવાર થોડી હોવાથી હોળીનો વરતારો પણ વસંત પંચમી ના દિવસે આદિવાસીઓ શરૂ કરે છે.

નર્મદા જિલ્લામાં આજે ગુરુવારે વસંત પંચમી નો પ્રારંભ થતાં નર્મદા વાસીઓનાં નવો ઉત્સાહ અને ચેતનાનો સંચાર થયો છે. વસંત પંચમીના શુભ મુહૂર્ત શુભ કાર્યનો પ્રારંભ થયો છે વસંત પંચમીએ પણ જોયું શુભ મુહૂર્ત હોવાથી કાલથી લગ્ન સમારંભો, તેમજ શુભ કાર્યનો મંગલ પ્રારંભ શરૂ થઇગયો છે , આદિવાસીઓ પણ વસંત પંચમીના દિવસે શુભ દિવસ માને છે, તેથી નર્મદા આદિવાસીઓ નો મુખ્ય તહેવાર હોળી હોવાથી થોડી નો વરતારો પણ વસંત પંચમીના દિવસે આદિવાસી શરૂ કરે છે.
વસંત પંચમીના દિવસે પીળા રંગની વસ્તુઓનું દાન કરવાનો રિવાજ છે. તેથી આજે લોકોએ બ્રાહ્મણો અને પીળા રંગની વસ્તુઓનું દાન ઉપરાંત પીળા રંગના ભોજન નો ભોગ પણ ચડાવ્યો હતો રિવાજ પ્રમાણે અને વિવિધ શાળાઓમાં શારદા પૂજન પણ કરાયુ હતુ . જૈન ધર્મમાં પાંચમથી નોમ સુધી વ્રત પૂજન થાય છે. આ દિવસે બાળક ને પેન હાથમાં પકડાવી બ્રાહ્મણો દ્વારા વિધિવત શિક્ષણનો પ્રારંભ કરવાનો રિવાજ છે. ફેર સર્વ ધર્મ સભા, યજ્ઞ પવિત સંસ્કાર પણ કરાયા હતા