ભારતના રાષ્ટ્રપતિની આગામી ચુંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુંએ નામાંકન ભર્યું
દિલ્હી: ભારતનાં રાષ્ટ્રપતિની આગામી ચુંટણીનાં અનુસંધાને, એન.ડી.એ. નાં ઉમેદવાર આદરણીય દ્રૌપદી મુર્મુંએ આજરોજ ઉમેદવારી માટે નામાંકનપત્ર ભર્યું. આ પ્રસંગે ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા, કેન્દ્રીય રા. ક. મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને નરહરિ અમીન, સંસદસભ્ય, રાજ્યસભા (ગુજરાત) તેમજ ગુજરાતનાં અન્ય સંસદ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.